
બાકીની બે ટેસ્ટ મેચમાં રમવું અશક્ય લાગે છે.સ્ટાર બોલર નાથન લાયન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત.દુખાવાને કારણે લાયનને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો : ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો.ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૮૨ રનથી હરાવીને એશિઝ શ્રેણી જીતી લીધી. ઓસ્ટ્રેલિયા પાસે હવે ૩-૦ની અજેય લીડ છે. જાે કે, એડિલેડ ટેસ્ટના પાંચમા દિવસે ટીમને મોટો ઝટકો લાગ્યો હતો.
સ્ટાર બોલર નાથન લાયન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. દુખાવાને કારણે લાયનને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે સ્પિન બોલર માટે બાકીની બે ટેસ્ટ મેચમાં રમવું અશક્ય લાગે છે.
ઇંગ્લેન્ડની ઇનિંગ્સની ૭૭મી ઓવરમાં જેમી સ્મિથે બાઉન્ડ્રી તરફ શોટ રમ્યો, જેને રોકવા માટે નાથને ડાઇવ લગાવી. જાેકે, બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે લાયનને ઈજા થઈ. લાયન લંગડાતો ચાલતો જાેવા મળ્યો, જેના કારણે ફિઝિયોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર પડી. લાયનને તેના જમણા પગમાં હેમસ્ટ્રિંગની સમસ્યા હોવાનું બહાર આવ્યું છે.
લંચ બ્રેક દરમિયાન નાથન લાયન હોસ્પિટલમાં જતો જાેવા મળ્યો, જ્યાં તેની ઈજાનું સ્કેન કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયન ટીમના પ્રવક્તાએ જણાવ્યું કે લાયન એડિલેડ ટેસ્ટમાં રમી શકશે નહીં. લાયન એશિઝ શ્રેણીની બાકીની બે ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.
ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ એશિઝ શ્રેણીમાં યથાવત છે. ઓસ્ટ્રેલિયન ટીમે શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૮૨ રનથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમે ફરી એકવાર એશિઝ ટ્રોફી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયા પાસે હવે ૩-૦ની અજેય લીડ છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને જીતવા માટે ૪૩૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જાેકે, જવાબમાં મુલાકાતી ટીમ ૩૫૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મિશેલ સ્ટાર્ક અને નાથને બીજી ઇનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.




