
એક સમયે BCCI એ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂક્યો હતો.૭૫૦ દિવસ બાદ ભારતના સ્ટાર ખેલાડી ઈશાન કિશનની વાપસી.ઈશાને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો : હરિયાણા સામેની ફાઈનલમાં સદી ફટકારી હતી.ઝારખંડ માટે અલગ-અલગ ઘરેલુ પ્રતિયોગિતામાં સારા એવા રન કરવાનું ઈશાન કિશનને ફળ મળ્યું છે. એક સમયે BCCI એ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂકેલા ઈશાનને ૭૫૦ દિવસ બાદ ટીમ ઈન્ડિયાએ સામેલ કરવાનો ર્નિણય લીધો છે. તાજેતરમાં ઈશાને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. હરિયાણા સામેની ફાઈનલમાં તેણે ધમાકેદાર સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ટીમમાં વાપસી કરવાનો કોઈ એવો મોંકો ઈશાને છોડ્યો નથી. જેમાં ઈશાને બુચ્ચી બાબુ ટુર્નામેન્ટ ૨૦૨૪માં ઝારખંડ માટે પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. આ પછી ૨૦૨૪માં ઈશાને રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે તેને દલીપ ટ્રોફીમાં તક મળી, ત્યારે તે ઇન્ડિયા સી માટે રમ્યો અને ઇન્ડિયા બી સામે ૧૧૧ રનની શાનદાર ઇનિંગ રમ્યો હતો.
આટલાં સુધી સિમિત ન રહીને ઈશાન કાઉન્ટીમાં રમવાનો ર્નિણય કર્યો. ત્યારબાદમાં તાજેતરમાં ઈશાને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જાેરદાર પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટમાં ઈશાન કિશને ઝારખંડની કેપ્ટનશીપ કરી અને ૧૦ મેચમાં ૧૯૭.૩૨ ના સ્ટ્રાઇક રેટથી ૫૧૭ રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. કિશનના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને ટીમ ઈન્ડિયામાં ફરીથી મોંકો આપવામાં આવ્યો છે.
ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં બેક-અપ વિકેટકીપર અને ઓપનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જેમાં સંજુ સેમસન પહેલા વિકેટકીપરની ભૂમિકા નીભાવશે.
સંજુ હવે અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરશે. કારણ કે, શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી. આ ઉપરાંત, સાઉથ આફ્રિકા સામે પાંચ T20 મેચમાં સીરિઝ રમનારા જિતેશને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ઈશાન કિશનને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.




