
તેમણે ઈશાન કિશનના લગ્નની પણ વાત કરી.ઈશાન કિશનની ટીમ ઈન્ડિયામાં વાપસીથી તેના પિતા ખૂબ ખુશ.અત્યારે આ તેની કુશળતાને નિખારવાનો સમય છે : તેને લગ્નમાં બાંધીને તેના પર દબાણ લાવવા માંગતા નથી.્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટેની ભારતીય ટીમમાં સ્ટાર બેટ્સમેન ઈશાન કિશનની વાપસી થઈ છે, જે બાદ તેના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઈશાન કિશનના લગ્ન વિશે પણ વાત કરી છે. ઈશાન કિશનના પિતા પ્રણવ પાંડેએ જણાવ્યું કે, જ્યારે ઈશાન ટીમ ઈન્ડિયાથી દૂર હતો, ત્યારે તેણે તેની રમત અને ફિટનેસ પર સખત મહેનત કરી હતી. તેમણે પોતાના પુત્રના લગ્ન અંગે પણ નિવેદન આપ્યું હતું. પ્રણવ પાંડેએ કહ્યું, “આ ઝારખંડ અને બિહારના લોકો માટે ગર્વની ક્ષણ છે. જ્યારે ઇશાન ટીમમાં નહોતો, ત્યારે લોકોએ તેને અપાર સમર્થન અને પ્રેમ બતાવ્યો. આ માટે અમે તેના ચાહકોના આભારી છીએ. લોકોને તેના પર ઘણો વિશ્વાસ હતો.T20 વર્લ્ડ કપ ટીમમાં તેની પસંદગી થયા પછી, અમને મિત્રો અને સંબંધીઓ તરફથી અભિનંદન મળ્યા છે. ક્રિકેટની આગાહી કરી શકાતી નથી, પરંતુ અમને આશા છે કે તે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે. ભારત ટાઇટલ જીતશે.”
ઈશાન કિશનને નવેમ્બર ૨૦૨૩થી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી નથી. ઈશાન ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ અશિસ્તને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી તેણે ઘરેલુ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું. તાજેતરમાં તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઝારખંડને વિજય અપાવ્યો. આ ્૨૦ ફોર્મેટ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં વિજયનો હીરો રહેલા ઈશાન કિશનએ ૪૯ બોલમાં ૧૦ છગ્ગા અને ૬ ચોગ્ગાની મદદથી ૧૦૧ રનની ઇનિંગ રમી.
તેમણે વધુમાં કહ્યું, “મારા દીકરાએ પોતાના પર ખૂબ મહેનત કરી છે. તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પોતાની રમત પર સખત મહેનત કરી છે. અમને વિશ્વાસ હતો કે જાે ઇશાન સારું પ્રદર્શન કરતો રહેશે, તો તેને ચોક્કસપણે ટીમમાં તક મળશે. તે હજુ નાનો છે અને તે યોગ્ય સમયે લગ્ન કરશે. અત્યારે આ તેની કુશળતાને નિખારવાનો સમય છે. અમે તેને લગ્નમાં બાંધીને તેના પર વધારાનું દબાણ લાવવા માંગતા નથી.”




