
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે રોહિત શર્મા માત્ર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ યશસ્વી જયસ્વાલે અદભૂત બેટિંગ કરી હતી. તેણે એક છેડો પકડીને બેવડી સદી ફટકારી હતી. તે ટીમ માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામે 209 રન બનાવ્યા જેમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે પોતાની શાનદાર બેટિંગથી પાંચ મોટા રેકોર્ડ બનાવ્યા છે.
- આવું કરનાર ચોથો બેટ્સમેન બન્યો
યશસ્વી જયસ્વાલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ડાબોડી બેટ્સમેન છે. તેના પહેલા સૌરવ ગાંગુલી, વિનોદ કાંબલી અને ગૌતમ ગંભીર આ કરી ચુક્યા છે. જયસ્વાલે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા અને ટીમને મોટા સ્કોર સુધી લઈ ગયા.