
અમદાવાદમાં ક્રિકેટ ફીવર સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાનો જંગ જાેવા ફેન્સ ઉમટ્યાં લોકો જુદા જુદા વેશભૂષામાં જાેવા મળ્યાં હતાં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર ૮નો મુકાબલો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે રમાયો હતો. બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી હતી. ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ગત વખત T20 વર્લ્ડ કપમાં બંનેનો આમનો-સામનો ૨૦૨૪ની ફાઈનલમાં થયો હતો. જેમાં ભારતે જીત હાંસલ કરી હતી અને ચેમ્પિયન બન્યું હતું. ત્યારે મેચને લઈને અમદાવાદવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો. મેચ પહેલા સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ભારે ભીડ જાેવા મળી હતી. તેમજ લોકો જુદા જુદા વેશભૂષામાં જાેવા મળ્યાં હતાં. દેશભરમાંથી લોકો અમદાવાદ પહોંચી ગયા હતાં.
લોકો ટેટૂ સાથે પહોંચ્યા હતાં. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ જાેવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેટ્રોની સેવા પણ મોડા સુધી ચાલુ રાખવામાં આવી હતી. મેટ્રોમાં ભારે ભીડ જાેવા મળી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટ્યાં છે. આ રોમાંચક મુકાબલો નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી પહોંચ્યા છે. ભારતીય ટીમના ફેન્સ બ્લૂ જર્સી અને ભારતીય ઝંડા લહેરાવતા નજરે પડી રહ્યા હતા.




