
ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું.દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસથી જનજીવન પ્રભાવિત.લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જાેખમ સર્જાયું છે.નવા વર્ષના પહેલા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી ના મોજાએ સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે, જ્યારે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઉપરના ભાગોમાં તાજી હિમવર્ષા એ પ્રવાસીઓને આકર્ષ્યા છે.
સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થાય છે.
લઘુત્તમ તાપમાન ૮-૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, મહત્તમ તાપમાન ૧૬-૧૮ ડિગ્રી સેલ્સિયસ રહે છે.
વિવિધ વિસ્તારોમાં ઠંડી ની સ્થિતિ ચાલુ રહે છે, જેના પરિણામે દિવસ ઠંડો રહે છે.
હવાઈ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે, ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે.
લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતોનું જાેખમ સર્જાયું છે.
રાજ્યભરમાં ભારે ઠંડી પ્રવર્તી રહી છે. આગામી થોડા દિવસો સુધી રાહતની કોઈ આશા નથી. શનિવારે રાજધાની ધુમ્મસ મુક્ત રહી હતી, પરંતુ ઠંડીના મોજાને કારણે દિવસનું તાપમાન ૧૬.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લખનૌ સહિત ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે કોલ્ડવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બાંદા, ચિત્રકૂટ, પ્રયાગરાજ સહિત લગભગ ૩૦ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.
ઘણા જિલ્લાઓમાં ધુમ્મસને કારણે સવારે શૂન્ય દૃશ્યતા નોંધાઈ હતી. રવિવાર અને સોમવારે લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં વધારો થશે અને આ સમય દરમિયાન ધુમ્મસ પણ ગાઢ બનશે. બે ડઝનથી વધુ જિલ્લાઓમાં સવારની દૃશ્યતા શૂન્ય રહી શકે છે. રાજધાની સહિત પૂર્વી અને મધ્ય યુપીના ઘણા જિલ્લાઓમાં ત્રણ-ચાર દિવસ સુધી સૂર્યપ્રકાશ જાેવા મળશે નહીં.




