France: ફ્રાંસની રાજધાની પેરિસ નજીક મોટરવે પર વિમાન દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પેરિસના પૂર્વમાં નોઇસેલ સ્થિત મોટરવે પર પ્લેન સાથે કોઈ કાર ટકરાઈ નથી. ઇલેક્ટ્રિક કેબલ સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હોવાનું અનુમાન છે. હાલ બંને તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યાં છે…