
ઇમિગ્રેશન નીતિ હેઠળ રદ કરાયા વિઝા.અમેરિકાએ ૧૦૦૦૦૦ વિઝા કર્યા રદ, ૮,૦૦૦ વિદ્યાર્થીઓને ઝટકો.ટ્રમ્પ વહીવટીતંત્રે કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન બંનેની તપાસ વધુ તીવ્ર બનાવી છે.અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૦૨૫ માં વિઝાને લઈને ભારત સહિત વિશ્વના ઘણા દેશોને મોટો ફટકો આપ્યો છે. અમેરિકન સરકારે ૨૦૨૫માં ૧૦૦૦૦૦ થી વધુ વિઝા રદ કર્યા હતા, જેમાં ૮,૦૦૦ વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે. ૨૦૨૪ ની તુલનામાં અમેરિકન સરકારે ૨૦૨૫ માં ૪૦,૦૦૦થી બમણા વિઝા રદ કર્યા છે, જ્યારે અમેરિકન સરકારે ઇમિગ્રેશન નીતિની તપાસ બાદ આ ર્નિણય લીધો હતો, ત્યારે આ ર્નિણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્દેશ મુજબ ઇમિગ્રેશન નીતિ હેઠળ જાહેર કરાયેલા વિઝાનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને ૧૦૦૦૦૦ થી વધુ વિઝામાં અનિયમિતતા જાેવા મળી હતી, જે રદ કરવામાં આવ્યા છે. આમાં ૮,૦૦૦ સ્ટુન્ડન્ટ વિઝા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કરીને ગુનાહિત પ્રવૃત્તિમાં રોકાયેલા વ્યક્તિઓ માટે જાહેર કરાયેલા ૨,૫૦૦ ખાસ વિઝાનો સમાવેશ થાય છે. અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ અમેરિકાને સુરક્ષિત રાખવા માટે વિદેશી ગુનેગારોને દેશનિકાલ કરવામાં આવ્યા છે અને દેશનિકાલ ચાલુ રહેશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ચીફ સ્પીકર ટોમી પિગોટે જણાવ્યું હતું કે યુએસએ એવા વિદેશી નાગરિકોના વિઝા રદ કર્યા છે જેમના પર કોઈપણ પ્રકારના ગુનાનો આરોપ છે અથવા દોષિત ઠેરવવામાં આવ્યા છે.
આમાં હુમલો, ચોરી અને નશામાં વાહન ચલાવવાનો સમાવેશ થાય છે. રદ કરાયેલા વિઝા એવા ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓના હતા જેઓ તેમના વિઝા સમાપ્ત થયા પછી પણ દેશમાં રહ્યા હતા.
કામદારોના સંદર્ભમાં એવા વિદેશી કામદારોના વિઝા રદ કરવામાં આવ્યા છે જેઓ નશામાં વાહન ચલાવતા પકડાયા હતા, હુમલો, ચોરી, બાળ શોષણ, ડ્રગ્સ હેરાફેરી અને છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. ડ્રગ્સ હેરાફેરી અથવા ઉપયોગ માટે લગભગ ૫૦૦ વિદ્યાર્થી વિઝા રદ કરવામાં આવ્યા છે. લોકોએ ધ્યાનમાં રાખવું જાેઈએ કે યુએસ વિઝા વિશેષાધિકારો છે, સંપૂર્ણ અધિકારો નથી, અને તપાસ દરમિયાન ઉપલબ્ધ માહિતીના આધારે વિઝા રદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે યુએસ સરકારના નવા વિઝા નિયમોથી ભારત સૌથી વધુ પ્રભાવિત થયું છે. ડિસેમ્બર ૨૦૨૫ થી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ૐ-૧મ્ અને ૐ-૪ વિઝા અરજદારો માટે સ્ક્રીનીંગ શરૂ કરી છે, જેમાં સોશિયલ મીડિયા પ્રવૃત્તિની તપાસનો સમાવેશ થાય છે. જાેકે, ભારતીયો માટે વિઝા ઇન્ટરવ્યુ મુલતવી રાખવામાં આવ્યા છે, જેના કારણે ઘણા અરજદારો મહિનાઓ સુધી વિઝા સ્ટેમ્પિંગ માટે રાહ જાેઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશન બંનેની તપાસ વધુ તીવ્ર બનાવી છે અને કામદારો અને વિદ્યાર્થીઓ બંને માટે વિઝા નિયમો કડક કર્યા છે.




