
હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કર્યા.
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતા તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે, ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજાેગ સંબોધનમાં જાહેરાત કરી છે કે, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન દ્વારા પેદા થયેલા અસ્તિત્વના જાેખમને દૂર કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ઐતિહાસિક નેતૃત્વ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૭ વર્ષોથી આયતોલ્લા શાસન ડેથ ઓફ ઇઝરાયલ અને ડેથ ઓફ અમેરિકાના નારા લગાવીને નિર્દોષોનું લોહી વહાવતું આવ્યું છે. આ ખૂની અને આતંકવાદી શાસનને એવા પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેવામાં આવશે નહીં જે સમગ્ર માનવજાત માટે ખતરો બની શકે.
આ ઓપરેશન લાયન્સ રોર દ્વારા ઈરાનના પર્સિયન, કુર્દ, અઝેરી, બલોચ અને અહવાઝી જેવા તમામ સમુદાયોને અત્યાચારી શાસનની ઝંઝાળમાંથી મુક્ત કરી, ઈરાનમાં શાંતિ અને સ્વતંત્રતાના મૂલ્યો લાવવાની તક મળશે. વડાપ્રધાને ઇઝરાયલના નાગરિકોને આગામી દિવસોમાં ધૈર્ય રાખવા અને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે, સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આપણે સાથે મળીને લડીશું અને ઇઝરાયલની અખંડિતતા સુનિશ્ચિત કરીશું.




