
અમેરિકન નેવીએ તમામને મોતના મુખમાંથી બચાવ્યા ઓમાનના દરિયામાં હોડી ડૂબી, ૧૪ ભારતીયો સવાર હતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, અમેરિકન નૌકાદળનું ઁ-૮ દરિયાઈ સર્વેલન્સ વિમાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું ઓમાનના રાસ અલ હદ દરિયાકિનારા પાસે દરિયામાં એક હોડી અચાનક ડૂબી ગઈ હતી. આ હોડીમાં ૧૪ ભારતીય નાવિકો સવાર હતા.
ત્યારબાદ ત્યાં મોટા પાયે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકન નૌકાદળે આ કટોકટીની પરિસ્થિતિ વિશે દરિયાકાંઠાના અધિકારીઓ અને ભારતીય નૌકાદળને જાણ કરી હતી, જેના પછી તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને તમામ ૧૪ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
મળેલી માહિતી અનુસાર, આ ઘટના ૧૪ જૂનની સવારે ઓમાનના રાસ અલ હદથી લગભગ ૮૦ નોટિકલ માઈલ પૂર્વમાં બની હતી. માહિતી મળી હતી કે એક પરંપરાગત હોડી દરિયામાં મુશ્કેલીમાં છે અને તે ડૂબી જવાનું જાેખમ છે. આ હોડી પર કુલ ૧૪ ભારતીયો સવાર હતા.
પરિસ્થિતિની ગંભીરતાને જાેતા અમેરિકન નૌકાદળનું P-8 દરિયાઈ સર્વેલન્સ વિમાન ઘટનાસ્થળે પહોંચ્યું હતું. વિમાને તાત્કાલિક દરિયામાં એક લાઈફ રાફ્ટ ફેંકી હતી.
અમેરિકન નૌકાદળે તેમની દેખરેખ દરમિયાન જાેયું કે હોડી પર સવાર લોકો સુરક્ષિત રીતે લાઈફ રાફ્ટમાં સવાર થઈ ગયા હતા.
ત્યારબાદ આસપાસ હાજર જહાજાે પાસેથી પણ મદદ માગવામાં આવી હતી. અમેરિકન નૌકાદળના P-8 વિમાને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના ધ્વજવાળા વ્યાપારી જહાજ ‘MV Jabal Ali 9’’ને રાહત કાર્યમાં સામેલ થવા વિનંતી કરી હતી. આ જહાજ તે સમયે સોહારથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ફ MV Jabal Ali ૯ને તેનો રસ્તો બદલીને સંકટગ્રસ્ત હોડી તરફ મોકલવામાં આવ્યું હતું. જહાજ હાલમાં ઘટનાસ્થળની આસપાસ હાજર છે અને બચાવ અભિયાનમાં સહયોગ આપી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌકાદળને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને હોડી પર સવાર તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે આ હોડીના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના પછી ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે લાઈફ રાફ્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા.





