એઆઈ ટેકનોલોજીમાં મોનોપોલી સર્જવાનો ચીનનો વ્યૂહ ચીન એઆઈ, સોલર, બાયોટેક જેવી ૧૪ ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકશે ચીને અગાઉ દુર્લભ ખનીજાેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો મહત્ત્વની ૨૬ ટેકનોલોજીની પ્રોડક્ટને અસર થશે ચીનની સરકારે એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યાે છે. રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનીજાેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે ચીન એઆઈ, બાયોટેકનોલોજી, સોલર પાવર ટેકનોલોજી જેવા મહત્ત્વના સેક્ટરની પ્રોડક્ટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. ચીન આ પ્રકારની ટેકનોલોજીની નિકાસ અટકાવીને મોનોપોલી સર્જવા માંગે છે.ચીનના વેપાર અને વિજ્ઞાાન વિભાગે સંયુક્ત રીતે એક ડ્રાફ્ટ રજૂ કર્યાે છે. ચીને એમાં એવો પ્રસ્તાવ મૂક્યો છે કે એઆઈ, સોલર પાવર, બાયોટેકનોલોજી, જીન થેરપી, સ્ટેમ સેલ સહિતની જે મહત્ત્વની ટેકનોલોજી છે તે દેશના હિતમાં જ રહે તે માટે નિકાસ અટકાવવી જાેઈએ. તેનાથી લાંબાગાળે દેશને ફાયદો થશે. ચીનની સરકાર વિશ્વમાં એવું બતાવવા નથી માંગતી કે આ ર્નિણય સરકારે અચાનક લઈ લીધો છે. ડિપ્લોમેટિક બાબતમાં પ્રજામતથી ર્નિણય લેવાયો હોવાનું કહી શકાય તે માટે ચીને આગામી એક માસ માટે લોકોનો ઓપિનિયન મંગાવ્યો છે. એ ઓપિનિયનના આધારે ચીન ૧૪ સેક્ટર્સની કુલ ૨૬ ટેકનોલોજિકલ પ્રોડક્ટની નિકાસ બંધ કરવા ધારે છે.આવતા વર્ષે જાન્યુઆરીથી આ નિકાસ અટકવવાની ચીનની ગણતરી છે. અગાઉ ચીને દુર્લભ ખનીજાે કે જેની ટેકનોલોજીના વિકાસમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રેર અર્થ મિનરલ્સમાં ચીનની મોનોપોલી છે. જાે ચીન એ નિકાસ અટકાવી દે તો ઘણા દેશોની ટેકનોલોજીની મોટી કંપનીઓને પ્રોડક્ટની બનાવટમાં અસર થાય. ચીન જે નવો પ્રતિબંધ મૂકવા ધારે છે તેનાથી ૨૬ પ્રોડક્ટ કે જેના વગર ચાલતું નથી એના ઉત્પાદનમાં ચીનની જ મોનોપોલી સજાર્ી જશે. નવા પ્રતિબંધમાં ચીન એઆઈ ચીપથી માંડીને ફ્લેશ મેમરી જેવી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવા માંગે છે. ચીનના આ પ્રતિબંધની સૌથી વધુ અસર અમેરિકન અને ભારતીય કંપનીઓને થાય એવી શક્યતા છે.




