એક નવા મહાયુદ્ધની આગ વકરી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ ભડકે બળશે હૂતી બળવાખોરો સતત હુમલાઓ કરી રહ્યા છે : સાઉદી અરેબિયાના અનેક ઠેકાણાઓને તબાહ કરી નાખ્યાં છે હૂતી બળવાખોરોના રોકેટ અને બેલિસ્ટિક મિસાઇલોથી થયેલા હુમલા બાદ આગની ભયાનક જ્વાળાઓમાં ઘેરાયેલાં સાઉદી અરેબિયાનાં બે ઠેકાણાં. પહેલું છે સાઉદી અરેબિયાનો અરામકો ગેસ અને ઓઈલ પ્લાન્ટ, અને બીજું છે દમ્મામ એરપોર્ટ. હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયાનાં બે મહત્ત્વનાં ઠેકાણાં તબાહ કરી નાખ્યાં છે.
છેલ્લા એક અઠવાડિયામાં હૂતી બળવાખોરોએ જે રીતે સાઉદી અરેબિયાનાં મહત્ત્વનાં ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે. તે જાેતાં સાઉદી અરેબિયાનું સમગ્ર એર ડિફેન્સ અને વળતા હવાઈ હુમલાઓનું તંત્ર નિષ્ફળ થતું દેખાઈ રહ્યું છે. પરંતુ હવે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હૂતી બળવાખોરોને પાઠ ભણાવવા માટે સૌથી મોટી યોજના બનાવી છે. આ સાથે જ સૈનિકોને શપથ પણ લેવડાવવામાં આવ્યા છે.
આ વીડિયો મોહમ્મદ બિન સલમાનના એ જ એલાનનો પુરાવો છે. સાઉદી એરફોર્સે યમનની અંદર હૂતી બળવાખોરોના નિયંત્રણ હેઠળનાં તેલ અને ગેસનાં ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનના જણાવ્યા અનુસાર, યમનની રાજધાની સનામાં આવેલા મહત્ત્વના તેલનાં ઠેકાણાઓ પર થયેલા હુમલા તો માત્ર શરૂઆત છે. સેનાએ હૂતી બળવાખોરોના કબજા હેઠળના સમગ્ર વિસ્તારમાં તેલનાં ઠેકાણાઓ અને ડેપોને સંપૂર્ણપણે તબાહ કરવાની ચેતવણી આપી છે..
સાઉદી ગઠબંધનના આ આક્રમક વલણ બાદ ખાડી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું આ પગલું અત્યાર સુધીનો સૌથી ખતરનાક ર્નિણય સાબિત થઈ શકે છે. જાે સાઉદી ગઠબંધન યમનમાં તેલનાં ઠેકાણાઓ પર હુમલા કરે છે, તો દુનિયામાં સૌથી ભયાનક એનર્જી વૉર શરૂ થઈ શકે છે અને તેલનો પુરવઠો પહેલેથી જ વધુ જાેખમમાં મુકાઈ શકે છે.




