પોલીસે એક ટ્રકને જપ્ત કરી લીધો ગુરુગ્રામમાં ટ્રક માથે ૩૫ લાખના ૨૪૨ મેમો પેન્ડિંગ પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી વધારે ચલણ રાજસ્થાન અને મુરાદાબાદ આરટીઓના હતા ન કાયદાનો ડર, ન ટ્રાફિક પોલીસની ચિંતા, રોડ પર ટ્રક દોડાવી રહેલા ડ્રાઈવરે બેશર્મીની તમામ હદો પાર કરી નાખી હતી. આ કિસ્સો હરિયાણાના ગુરુગ્રામનો છે. જ્યાં પોલીસે એક ટ્રકને જપ્ત કરી લીધો છે.
નવાઈની વાત એ છે કે આ ટ્રકના ૨૪૨ ચલણ બાકી છે અને લગભગ ૩૫ લાખનો ફાઈન પણ નથી ભર્યો.
હકીકતમાં જાેઈએ તો, મંગળવારે સાઈબર સિટી ગુરુગ્રામમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા વાહનચાલકો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસે એક એવા ટ્રકને ઈંપાઉંડ કર્યો, જેના પર કૂલ ૩૫ લાખ ૪૩ હજાર ૮૦૦ રૂપિયાના ૨૪૨ ચલણ પેન્ડિંગ હતા.
૧૩ ઓક્ટોબરના રોજ બિલાસપુર ચોક પર નિયમિત વાહન ચેકિંગ દરમ્યાન ઝોનલ અધિકારી એએસઆઈ પ્રશાંતે એક ટ્રકને તપાસ માટે રોક્યો. વાહનની તપાસ કરતા મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની ધારાઓ અંતર્ગત ૨૪૨ ચલણ પેન્ડિંગ નીકળ્યા. આ તમામ ચલણની કિંમત ૩૫,૪૩,૮૦૦ રૂપિયા હતી. આટલી મોટી સંખ્યામાં પેન્ડિંગ ચલણ સામે આવ્યા બાદ ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે નિયમો અનુસાર, કાર્યવાહી કરતા ટ્રક જપ્ત કરી લીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, સૌથી વધારે ચલણ રાજસ્થાન અને મુરાદાબાદ આરટીઓના હતા. તપાસમાં સામે આવ્યું કે ડમ્પર મુરાદાબાદના એસકે બિલ્ડર ફર્મના નામે રજિસ્ટર્ડ છે અને તેમાં રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ સુધી કપચી અને માર્બલ સપ્લાય થતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી આ ડમ્પર પર સતત ચલણ થયા, પણ એકેય ભર્યા નથી.
મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની વિવિધ ધારાઓમાં ઓવરલોડ, નંબર પ્લેટ વિના, ફુલ સ્પિડ અને અન્ય ઉલ્લંઘનોના ચલણ સામેલ છે. આવા સમયે ત્રણ વર્ષ સુધી સિસ્ટમમાં ચલણ જાેડાતા રહ્યા અને રોડ પર ડમ્પર દોડતું રહ્યું. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ટ્રકને ૨૦૨૩માં ખરીદ્યો હતો.




