
આજે ભારત બદલાવના મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે : મોદી AI ની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત : મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ ફ્રાન્સના નીસ શહેરમાં સંયુક્ત રીતે ‘ભારત ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પર છે, જ્યાં G-7 શિખર સંમેલન પહેલાં તેમણે ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ સંયુક્ત રીતે ‘ભારત ઈનોવેટ્સ‘ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીની જાેરદાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં સૌથી આગળ નીકળી શકે છે. નીસમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની ટેકનોલોજી ક્ષમતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હવે સવાલ એ નથી કે ભારત ઈનોવેશન કરી રહ્યું છે કે નહીં, પરંતુ સવાલ એ છે કે ભારતની ભાગીદારી સાથે કોણ ઈનોવેશન કરશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ખાતે શરૂ થયેલા ‘ભારત-ફ્રાન્સ ઈનોવેશન વર્ષ‘ના સંદર્ભમાં આ કાર્યક્રમ બંને દેશોના ભવિષ્યના સંબંધો માટે મહત્વનો સાબિત થશે.
કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દુનિયાના દેશો માત્ર વેપાર કે વહિવટી ભાગીદારી કરે છે, પરંતુ ભારત અને ફ્રાન્સના સંબંધો એક સમાન વિઝન અને અતૂટ વિશ્વાસથી જાેડાયેલા છે. આ સંબંધો પરસ્પર હિતોથી પણ ઉપર છે. બંને દેશોએ સાથે મળીને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને છૈં સંવાદ જેવા મંચ પર માનવતા સામેના વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.
રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીને ફ્રાન્સની મુલાકાત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે પીએમ મોદી આઝાદી પછી ભારતમાં સૌથી લાંબો સમય સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. મેક્રોનના મતે, પીએમ મોદીની આ લાંબી રાજકીય સફર તેમના મક્કમ ઈરાદા અને ભારત દેશની મજબૂતીને દર્શાવે છે, જે વૈશ્વિક સ્તરે ખરેખર પ્રશંસનીય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ ફ્રાન્સના નીસ શહેરમાં સંયુક્ત રીતે ‘ભારત ઇનોવેટ્સ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના મુખ્ય ઇનોવેશન સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સ એક સાથે જાેડાયા હતા. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાના વિવિધ દેશો એકબીજા સાથે વેપાર કરે છે અને વિવિધ દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પણ હોય છે, પણ કેટલાક સંબંધો એવા હોય છે જે માત્ર સહભાગી રસથી નહીં, પણ સહભાગી વિઝનથી પણ આગળ વધે છે. ભારત અને ફ્રાન્સનો સંબંધ એવો જ છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારત-ફ્રાન્સના સંબંધો જાેડાણ, દૃઢ વિશ્વાસ, નવીનતા, પ્રેરણા, સહભાગી મૂલ્યો અને સહભાગી વિઝન પર આધારિત છે. આ જ મજબૂત આધાર પર છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સાથે મળીને નવી પહેલ શરૂ કરી છે અને વૈશ્વિક પડકારોના ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો છે. બંને દેશો હંમેશા સાથે ચાલ્યા છે. આજે અમને આનંદ છે કે ‘ભારત ઇનોવેટ્સ’ની શરૂઆત પણ ફ્રાન્સ સાથે થઈ રહી છે. અહીં આવવા બદલ હું મારા મિત્ર ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માનું છું.
તેમણે કહ્યું કે, “ઇમેન્યુઅલ મેક્રોને તાજેતરમાં ભારતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આ સદીના પડકારોનો ઉકેલ લાવવા માટે ભારત અને ફ્રાન્સને સાથે મળીને આગળ વધવું પડશે. આજે હું ગર્વથી કહી શકું છું કે આ પહેલ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
‘ભારત ઇનોવેટ્સ’ જેવા અનેક પ્લેટફોર્મ ભારતના ટેલેન્ટ અને યુરોપિયન કેપિટલ વચ્ચે એક બ્રિજ બની રહ્યા છે. એવું પ્લેટફોર્મ જ્યાં ભારતના યુવાનોને યુરોપિયન એક્સપર્ટ્સ સાથે જાેડાવાનો મોકો મળી રહ્યો છે.”
તેમણે વધુમાં કહ્યું, “આજે ૨૧મી સદીનું ભારત બદલાવના એક મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપ રિવોલ્યુશન ચાલી રહ્યું છે. આ પરિવર્તનમાં ભારતના યુવાનો નવી વિચારસરણી સાથે માનવતાના હિતમાં સમસ્યાઓના ઉકેલ શોધી રહ્યા છે. આપણા યુવાનોના વર્લ્ડ-ક્લાસ સોલ્યુશન્સને વૈશ્વિક મંચ પર લાવવાનો માધ્યમ એટલે ‘ભારત ઇનોવેટ્સ’ છે.”





