ભારતીય-અમેરિકન ડૉ. પ્રશાંત રેડ્ડી કેન્સાસના ત્રીજા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ હાલમાં ડેમોક્રેટ શેરીસ ડેવિડ્સ પાસે છે, જેઓ સતત ત્રણ વખત ચૂંટાયા છે. રેડ્ડી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. કેન્સાસમાં 6 ઓગસ્ટે પ્રાથમિક ચૂંટણી યોજાવાની છે. તે પહેલા સ્પીકર માઈક જોન્સન સહિત રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ચેન્નાઈમાં જન્મેલા ડોક્ટરનું સમર્થન કરી ચૂક્યા છે.
રેડ્ડીએ કહ્યું કે, મેં અમેરિકાનું સપનું ઇમિગ્રન્ટ તરીકે જીવ્યું છે અને આ દેશની સેવામાં મારું જીવન વિતાવ્યું છે જેણે મને બધું આપ્યું છે. હું આખી જિંદગી સમસ્યાઓ પાછળ દોડતો રહ્યો છું. કેન્સરના દર્દીઓની સેવા કરવી હોય કે 9/11 પછી એરફોર્સ રિઝર્વમાં અધિકારી તરીકે સેવા આપવી હોય, મેં હંમેશા ઉકેલનો ભાગ બનવાનો પ્રયાસ કર્યો છે.
રેડ્ડીને કોંગ્રેસનલ લીડરશીપ ફંડ દ્વારા ટેકો મળે છે. આ નેતૃત્વમાં સ્પીકર માઈક જોન્સન પણ સામેલ છે. કોંગ્રેશનલ લીડરશીપ ફંડે જણાવ્યું હતું કે, ડો. પ્રશાંત રેડ્ડી અમેરિકન સ્વપ્ન જીવે છે. તેઓ અમેરિકા આવ્યા અને એરફોર્સ રિઝર્વમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવા આપી. કોંગ્રેસ (સંસદ) માટે ચૂંટણી લડતા પહેલા, ડૉ. રેડ્ડી લેબકોર્પમાં એન્ટરપ્રાઇઝ ઓન્કોલોજીના વૈશ્વિક વડા હતા