Modi 3.O: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને લઈને અમેરિકામાં ભારતીયો ઉત્સાહિત છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મોદીનો ત્રીજો શપથગ્રહણ અમેરિકાના 22 શહેરોમાં ઉજવવામાં આવશે.
જે શહેરોમાં શુક્રવારથી આવતા રવિવાર સુધી કાર્યક્રમો યોજાશે તેમાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સી સિટી, વોશિંગ્ટન ડીસી, બોસ્ટન, ટેમ્પા, એટલાન્ટા, હ્યુસ્ટન, ડલ્લાસ, શિકાગો, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોનો સમાવેશ થાય છે.
શીખ ફોર અમેરિકાના નેતા જસદીપ સિંહ જસ્સીએ કહ્યું કે ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીએ દેશની મજબૂત ચૂંટણી પ્રક્રિયાને ઉજાગર કરી છે. તેણે લોકશાહીની તાકાત વિશે વિશ્વને એક શક્તિશાળી સંદેશ પણ આપ્યો છે. જસદીપે કહ્યું કે ચૂંટણી પરિણામોએ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓની અખંડિતતા અંગે પશ્ચિમી મીડિયાની શંકાઓને દૂર કરી દીધી છે.
મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા માટે શ્રેષ્ઠ છે
સાજિદ તરાર જાણીતા પાકિસ્તાની અમેરિકન બિઝનેસમેન સાજિદ તરારએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે સ્થિરતાની ગેરંટી છે. સાજિદે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવા પર ભારતના લોકોને અભિનંદન પાઠવ્યા છે.