
પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું મધ્યસ્થતા માટે પાકિસ્તાન કરતા ભારત વધુ સક્ષમ અને યોગ્ય પાકિસ્તાનની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતે જ આતંકવાદની સમસ્યાથી ઘેરાયેલું છે, તેથી તે મધ્યસ્થી તરીકે સફળ થઈ શકે તેમ નથી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના બીજા મહિને ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વિશેષ દૂત ફ્લેર હસન-નહૂમે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ યુદ્ધને શરૂઆતથી જ ‘મલ્ટી-ફ્રન્ટ‘ એટલે કે બહુઆયામી પ્રાદેશિક યુદ્ધ ગણાવ્યું છે. યરૂશલેમથી વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ગત ૭ ઓક્ટોબરે દક્ષિણમાંથી હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. આ ઘટનાના બીજા જ દિવસે ઉત્તર દિશામાંથી પણ હુમલા શરૂ થઈ ગયા હતા, જેનાથી સ્પષ્ટ થયું કે ઈઝરાયલે એકસાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે. જાેકે, તેમણે દાવો કર્યો છે કે ઈઝરાયલે સૈન્ય રીતે આ જંગમાં મોટી બઢત મેળવી લીધી છે.
મધ્યસ્થતાના મુદ્દે ફ્લેર હસન-નહૂમે પાકિસ્તાન કરતાં ભારતની ભૂમિકાને વધુ મહત્ત્વની ગણાવી છે. તેમણે પાકિસ્તાનની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતે જ આતંકવાદની સમસ્યાથી ઘેરાયેલું છે, તેથી તે મધ્યસ્થી તરીકે સફળ થઈ શકે તેમ નથી. તેની સામે ભારતના તમામ દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ભારત પાકિસ્તાન કરતા ઘણું સારું મધ્યસ્થ સાબિત થઈ શકે છે. અમેરિકાની ભૂમિકા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા વાતચીતની તક આપી છે, પરંતુ ઈરાનની જીદના કારણે કોઈ પણ સમજૂતી થઈ શકી નથી.
છેલ્લા એક મહિનાની સૈન્ય કાર્યવાહી અંગે દાવો કરતા ઈઝરાયલી દૂતે જણાવ્યું કે, વિરોધી તાકાતો હવે ઘણી નબળી પડી ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાન સાથે જાેડાયેલા રોકેટ લોન્ચ સિસ્ટમનો આશરે ૮૦% હિસ્સો નષ્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિરોધી પક્ષની નૌસેના અને ટોચના સૈન્ય તેમજ રાજકીય નેતૃત્વને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
તેમણે ઈરાનની અંદર વધતી અસ્થિરતા અને નેતૃત્વમાં પડેલી તિરાડોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતમાં તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે, જે દેશ ખુલ્લેઆમ વિનાશની વાત કરતો હોય તેને કોઈ પણ સંજાેગોમાં પરમાણુ હથિયાર રાખવાની પરવાનગી આપી શકાય નહીં.





