
International News:જાપાનના નરિતા એરપોર્ટ પર સોમવારે એ સમયે હંગામો મચી ગયો જ્યારે સિંગાપોર એરલાઈન્સના વિમાનમાંથી લેન્ડિંગ વખતે અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. આ ઘટના બાદ નરિતા એરપોર્ટનો રનવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
ન્યૂઝ એજન્સી એએફપીના સમાચાર અનુસાર અધિકારીઓને સિંગાપોર એરલાઈન્સ પ્લેનના ડાબા એન્જિનમાં ધુમાડો નીકળવાની માહિતી મળી હતી. એરપોર્ટ અને ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે ધુમાડો નીકળ્યા બાદ છ ફાયર એન્જિન અને બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. એરપોર્ટનો રનવે સવારે 7.40 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યો હતો.
પ્લેનમાં ક્રૂ સહિત 276 મુસાફરો સવાર હતા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર સર્વિસના અધિકારીઓએ એક કલાક સુધી પ્લેનનું નિરીક્ષણ કર્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 276 મુસાફરો સવાર હતા.
