Mourns Raisi: પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસે સોમવારે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. હમાસે કહ્યું કે આ નેતાઓએ ઈઝરાયેલ વિરુદ્ધ અમારા લોકોને સમર્થન આપ્યું. ઇઝરાયેલ સાથેના તાજેતરના યુદ્ધ દરમિયાન રાયસીએ પેલેસ્ટિનિયન લોકોનું જોરદાર સમર્થન કર્યું હતું.
રવિવારના રોજ અઝરબૈજાન સરહદ નજીક પર્વતીય વિસ્તારમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના નજીકના સહયોગી રાયસીનું મૃત્યુ થયું હતું. બરફના તોફાન વચ્ચે આખી રાતની શોધખોળ બાદ સોમવારે સવારે હેલિકોપ્ટરનો સળગી ગયેલો કાટમાળ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીરાબદલ્લાહ આ હેલિકોપ્ટરમાં સવાર હતા.
‘આ નેતાઓએ અમને ટેકો આપ્યો’
હમાસે શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘આ નેતાઓએ ઈઝરાયલ વિરુદ્ધ અમારા લોકોને સમર્થન આપ્યું, પેલેસ્ટાઈનીઓને સમર્થન આપ્યું અને અલ-અક્સાની લડાઈ દરમિયાન ગાઝા પટ્ટીમાં અમારા લોકો માટે એકતા અને સમર્થન દર્શાવ્યું. હમાસે ઈઝરાયેલ સાથેના વર્તમાન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો જે 7 ઓક્ટોબરે શરૂ થયો હતો. હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેઓએ અમારા પેલેસ્ટિનિયન લોકો સામે ઇઝરાયેલના આક્રમણને રોકવા માટે નોંધપાત્ર રાજકીય અને રાજદ્વારી પ્રયાસો પણ કર્યા હતા.”
હમાસના નેતાઓએ ઇઝરાયેલ સામે દાયકાઓથી ચાલેલા યુદ્ધમાં જૂથને લશ્કરી અને નાણાકીય સહાય આપવા બદલ ઈરાનનો વારંવાર આભાર માન્યો હતો.