
પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિને બિરદાવી જ્યારે મલેશિયાના પીએમએ તેમને ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા હતા
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના મલેશિયાના પ્રવાસે છે અને આજે કોઆલાલંપુર પહોંચી ગયા છે. મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમે પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ બંને નેતાઓ એક સાથે જ કારમાં બેસીને રવાના થયા હતા. હાલના સમયમાં આ રીતે કારમાં જવું એ પીએમ મોદીની ડિપ્લોમસીનો જાણે એક ભાગ બની ગયો છે. અનવર ઈબ્રાહિમે પણ પીએમ મોદીને પોતાના ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ ત્રીજાે મલેશિયા પ્રવાસ છે. ઓગસ્ટ ૨૦૨૪માં ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વેપારી રણનીતિક ભાગીદારીનો દરજ્જાે અપાયા બાદ આ પહેલો પ્રવાસ છે. તમને જણાવી દઈએ કે એક સમય એવો પણ હતો કે જ્યારે તત્કાલિન મલેશિયન પીએમ મહાતિર મોહમ્મદ હતા ત્યારે ભારત સાથે સંબંધોમાં કડવાશ આવી હતી. જાે કે હવે જે વાતાવરણ જાેવા મળી રહ્યું છે તે જાેતા આ સંબંધમાં ગરમાવો ચર્ચામાં આવી ગયો છે.
કોઆલાલંપુરમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય પીએમ મોદીના સ્વાગત માટે પહોંચ્યો. પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીં ભારતીયોને મળવા પહોંચેલા પીએમ મોદીએ જ્યારે ડાયસ્પોરા ઈવેન્ટમાં પોતાનું સંબોધન શરૂ કર્યું તો મોદી મોદીના નારા સંભળાવવા લાગ્યા. મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમે પણ આ ઈવેન્ટમાં ભારતીય પીએમ મોદીને ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા હતા.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં તમિલ ભાષા અને સંસ્કૃતિના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે તમિલ લોકોએ પોતાના કૌશલ્યથી માનવતાની સેવા કરી છે. તેમણે ભારતના ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણન, વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી ર્નિમલા સીતારમણ, મંત્રી મુર્ગન સોગનાથન મુરુગન વગેરેના




