અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસની ભલામણ અમેરિકન સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસેથે અમેરિકન સૈનિકોનો મર્દાનગી ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. લડાઈની ક્ષમતા જાળવી રાખવા માટે સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય એ જરૂરી છે એવી દલીલ કરીને હેગસેથ કહે છે કે દર વર્ષે એક વખત ટેસ્ટ કરાવવો પડશે.અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. ડિફેન્સ મંત્રી પીટ હેગસેથ વારંવાર એવી દલીલ કરતા આવે છે કે સૈનિકોને સામાજિક હેતુથી નહીં, પરંતુ આક્રમક લડાઈના હેતુથી તૈયાર કરવા જાેઈએ અને તે માટે જરૂરી બધું જ કરવું જાેઈએ.ટ્રમ્પ સરકારની નવી લશ્કરી પૉલિસીના ભાગરૂપે હવે ૩૦ વર્ષથી ઉપરના તમામ સૈનિકોનો વર્ષમાં એક વખત મર્દાનગી ટેસ્ટ થશે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ માપવામાં આવશે. જે સૈનિકોમાં આ સ્તર નીચું હશે તેમને ઈમ્પ્લાન્ટ થેરપીની સલાહ આપવામાં આવશે. ટ્રમ્પ સરકારના મંત્રી માને છે કે સૈનિકોમાં લડાઈનો મિજાજ અને આક્રમકતા જાળવી રાખવા માટે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોવું જાેઈએ. જે સૈનિકોમાં એ પ્રમાણ ઘટી જાય છે તેમનામાં આક્રમકતા પણ ઘટી જાય છે.પીટ હેગસેથે એક વીડિયો મેસેજમાં પણ જણાવ્યું હતું કે બહાદુરી, સ્ફૂર્તિ, ચપળતા અને ટફનેસ માટે સૈનિકોમાં મર્દાના ગુણો હોવા જાેઈએ. તેના કારણે હવે અમેરિકન સૈનિકોના હોર્મન સ્તરને વાર્ષિક પર્ફાેર્મન્સ તરીકે સમાવવામાં આવશે. હજુ થોડા સમય પહેલાં જ અમેરિકામાં ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ ટ્રિટમેન્ટ પર લગાવેલા પ્રતિબંધો હળવા થયા છે. તેના કારણે હવે આ ટ્રિટમેન્ટ મોટી વયના પુરુષો પણ કરી શકશે.





