
ઝ્રસ્ના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ.કોલકાતામાં ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો.તે ફક્ત ૧૦ મિનિટ માટે આવ્યો, ફૂટબોલ પણ રમ્યો નહીં : ૧૨ હજાર રૂપિયાની ટિકિટ ખરીદી, તેનો ચહેરો પણ જાેવા મળ્યો નહીં.કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઝલક જાેવા માટે ભેગા થયેલા ચાહકોને અપેક્ષા મુજબ તેને જાેવાની તક ન મળતા તેઓ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેન્ડ પરથી બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ વધુ વણસી જતાં, લિયોનેલ મેસ્સીને કડક સુરક્ષા હેઠળ સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો.
મેસ્સીના એક ચાહકે ગુસ્સામાં કહ્યું, “મેસ્સી ફક્ત રાજકારણીઓ અને કલાકારોથી ઘેરાયેલો હતો. અમને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું? અમે ૧૨,૦૦૦ રૂપિયાની ટિકિટ ખરીદી, પરંતુ તેનો ચહેરો પણ જાેઈ શક્યા નહીં.”
બીજા ચાહકે કહ્યું, “આ એક ખુબ ખરાબ આયોજન હતું. મેસ્સી ફક્ત ૧૦ મિનિટ માટે આવ્યો અને ચાલ્યો ગયો. તેણે એક કીક પણ મારી નહીં કે પેનલ્ટી પણ લીધી નહીં. અમારા પૈસા, લાગણીઓ અને સમય બધુ વેડફાયું.” ચાહકોનો આરોપ છે કે મેસ્સીની આસપાસ ફક્ત રાજકારણીઓ અને મંત્રીઓ હાજર હતા, જ્યારે સામાન્ય દર્શકોને દૂર રાખવામાં આવ્યા હતા. આ કારણે, સ્ટેડિયમમાં હાજર હજારો લોકો તેમને યોગ્ય રીતે જાેઈ પણ શક્યા નહીં.
ક્રોધિત ચાહકોએ એમ પણ કહ્યું કે આયોજકોએ શાહરૂખ ખાનની હાજરીનું વચન આપ્યું હતું, પરંતુ તે વચન પૂરું થયું નહીં. એક ચાહકે કહ્યું, “શાહરૂખ ખાન પણ આવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈને લાવવામાં આવ્યા નહીં.” સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેદાનમાં પ્રવેશતાની સાથે જ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ. સ્ટેડિયમમાં પ્રવર્તતી અંધાધૂંધી અને અવ્યવસ્થાને કારણે કાર્યક્રમ ટૂંકો કરવો પડ્યો, જેના કારણે મેસ્સીની અનેક અગ્રણી વ્યક્તિઓ સાથેની સુનિશ્ચિત મુલાકાતો અટકી ગઈ. અસ્તવ્યસ્ત પરિસ્થિતિને કારણે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેઓ સ્ટેડિયમમાં હાજર હતા, તેઓ દિગ્ગજ ફૂટબોલરને મળી શક્યા નહીં.
અહેવાલો અનુસાર, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કાર્યક્રમના મુખ્ય આયોજક સતદ્રુ દત્તાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે હ્લૈંઇ પણ દાખલ કરવામાં આવી છે.




