
ભૂકંપના ઝટકાથી કોલકાતાની ધરા ધ્રુજી કોલકાતામાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઘર બહાર દોડી આવ્યા લોકો પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું : ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ અનુભવાયા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા આશરે ૫.૫ જણાવવામાં આવી રહી છે. ભૂકંપ આવતાં જ લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાેકે, ભૂકંપને કારણે જાન-માલના કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું છે. ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ જ અનુભવાયા હતા. ભૂકંપની અસર ઊંચી ઇમારતોમાં વધુ અનુભવાઈ હતી. ઘણી ઓફિસોમાં કર્મચારીઓ ભૂકંપના ઝાટકા અનુભવાતા ઓફિસ ખાલી કરીને ખુલ્લી જગ્યાઓ પર ભેગા થઈ ગયા હતા.
રિપોર્ટ્સ અનુસાર, કોલકાતામાં આ ભૂકંપ બપોરે આશરે ૧:૨૦ વાગ્યે આવ્યો હતો. પ્રાથમિક રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. રોયટર્સના અહેવાલ પ્રમાણે, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (ઈસ્જીઝ્ર)એ ભૂકંપની તીવ્રતા ૫.૫ નોંધી છે. ભૂકંપ ૩૫ કિલોમીટરની ઊંડાઈમાં આવ્યો હતો.
સોલ્ટ લેક વિસ્તારના લોકોએ જણાવ્યું કે ઇમારતો હલવા લાગી ત્યારે તેઓ ઘરમાંથી બહાર નીકળીને ભાગ્યા હતા. બાંગ્લાદેશના ખુલના ડિવિઝનના સતખીરા વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હોવાનું કહેવાઈ રહ્યું છે. હજુ સુધી જાન-માલના નુકસાનની કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પ્રત્યદર્શીએ કહ્યું કે, “મારા જીવનમાં આ સૌથી મોટો ભૂકંપનો ઝટકો હતો, જે ઘણી સેકન્ડ સુધી અનુભવાતો રહ્યો.”




