
અમેરિકામાં દવાઓના ભાવમાં ઘટાડો થઈ શકે.ટ્રમ્પનું નવું ફરમાન, ભારતના ફાર્મા સેક્ટર ઉપર પડશે સીધી અસર.ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે અમેરિકાના નાગરિકોએ દવાઓ માટે વિશ્વના અન્ય દેશો કરતા વધુ કિંમત ચૂકવવી પડશે નહીં.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા કંપનીઓ માટે એક કડક અને નવો આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે અમેરિકાના નાગરિકોએ દવાઓ માટે વિશ્વના અન્ય દેશો કરતા વધુ કિંમત ચૂકવવી પડશે નહીં. આ ર્નિણયથી અમેરિકામાં દવાઓના ભાવમાં ૩૦૦% થી ૭૦૦% સુધીનો જંગી ઘટાડો થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ ઐતિહાસિક ર્નિણય પાછળ અમેરિકન નાગરિકોને વિશ્વની સૌથી સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ રહેલો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે હવેથી અમેરિકામાં દવાઓના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તતા સૌથી નીચા દરોને આધારે નક્કી કરવામાં આવશે, જેથી નાગરિકોએ અન્ય કોઈ પણ દેશ કરતા વધુ કિંમત ચૂકવવી ન પડે. આ નીતિના કડક અમલીકરણ માટે તેમણે ‘ટેરિફ‘ને એક હથિયાર તરીકે વાપરવાની ચેતવણી આપી છે. જાે વિદેશી સરકારો કે ફાર્મા કંપનીઓ ભાવ ઘટાડવામાં સહકાર નહીં આપે, તો તેમના પર ભારે આયાત શુલ્ક લાદવામાં આવશે. આ વ્યૂહાત્મક પગલાનો દૂરગામી હેતુ અમેરિકામાં દવાઓનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે, જેથી વિદેશી ર્નિભરતા ઘટે. ટ્રમ્પના આ દબાણને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ હવે અમેરિકામાં જ પોતાની ફેક્ટરીઓ સ્થાપવા તરફ મજબૂર થઈ રહી છે, જે આગામી સમયમાં વૈશ્વિક ફાર્મા સપ્લાય ચેઈન અને ખાસ કરીને ભારત જેવા નિકાસકાર દેશો માટે મોટા પડકારો ઉભા કરી શકે છે. ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે, કારણ કે અમેરિકાના દવા બજારમાં ભારતનો દબદબો છે. અમેરિકામાં વપરાતી કુલ જેનેરિક દવાઓમાંથી લગભગ ૫૦ ટકા જેટલો જંગી હિસ્સો ભારત સપ્લાય કરે છે, જે ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.
સામાન્ય રીતે ભારતમાં દવાઓના ભાવ વિશ્વમાં સૌથી નીચા હોય છે, પરંતુ હવે જાે અમેરિકા આંતરરાષ્ટ્રીય તુલના કરીને ભારત જેવા જ નીચા ભાવનો આગ્રહ રાખશે, તો ભારતીય નિકાસકારોના પ્રોફિટ માર્જિન(નફા)માં મોટો ઘટાડો થશે. આ પરિસ્થિતિમાં, ઓછા નફાને કારણે ઘણી ભારતીય કંપનીઓ અમેરિકામાં નિકાસ કરવાનું ઓછું કરી શકે છે અથવા સંપૂર્ણપણે બંધ કરી શકે છે, જેની સીધી અને નકારાત્મક અસર ભારતના સમગ્ર ફાર્મા સેક્ટરની આવક અને વિકાસ પર જાેવા મળી શકે છે.
અત્યાર સુધી દવા કંપનીઓ એવી દલીલ કરતી હતી કે સંશોધન પાછળ થતા ખર્ચને પહોંચી વળવા માટે દવાઓના ભાવ ઊંચા રાખવા જરૂરી છે. જાેકે, ટ્રમ્પના આ ‘ફરમાન‘ બાદ હવે કંપનીઓએ પોતાની રણનીતિ બદલવી પડશે. આગામી વર્ષથી અમેરિકામાં દવાઓના ભાવમાં મોટો ઘટાડો જાેવા મળી શકે છે.




