
ભરૂચમાં ધરતીકંપ.ભરૂચમાં પરોઢિયે પાંચ વાગે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ.ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચથી દુર જંબુસર નજીક નોંધાયું.ગુજરાતની ધરી ફરી એકવાર ધરતીકંપથી ધ્રુજી છે, આજે શનિવારે ભરૂચમાં વહેલી સવારે ૪.૪૬ વાગે ૨.૮ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અચાનક ભૂકંપ આવતા લોકોમાં ફફડાટે ફેલાયો હતો, ભૂકંપનું આ વખતે કેન્દ્રબિન્દુ ભરૂચથી ૪૫ કિમી દુર જંબુસર નજીક નોંધાયુ હતુ.
અગાઉ કચ્છના ખાવડા અને કચ્છ શહેરમાં પણ ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી હતી. ગુજરાતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે, કચ્છની સાથે સાથે હવે ભરૂચમાં પણ ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે, આજે વહેલી સવારે ભરૂચમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, ભરૂચમાં વહેલી સવારે ૪.૪૬ વાગ્યે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેંદ્રબિંદુ ભરૂચથી ૪૫ કિમી દૂર જંબુસર નજીક નોંધાયું હતુ. ધરતીકંપ આવતા જ લોકો ઘરની બહાર ગભરાઇને દોડી ગયા હતા.
થોડા દિવસો અગાઉ કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી હતી, કચ્છમાં જ ગઇ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે ૨.૩૮ કલાકે ધરતીકંપ આવતા લોકો ઉઠીને દોડાદોડ કરવા લાગ્યા હતા. આ વખતે ભૂકંપનું કેન્દ્રબિન્દુ ધોળાવીરાથી ૩૨ કીમી દુર નોંધાયુ હતુ. અગાઉ કચ્છના રાપરમાં પણ રાત્રીના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કચ્છ જિલ્લામાં ગઇરાત્રે ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તાજા અપડેટ પ્રમાણે, કચ્છમાં ફરી એકવાર ભૂકંપ અનુભવાયો છે, આ વખતે કચ્છમાં ભૂકંપના આંચકાથી ધરજી ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઇ મોડી રાત્રે ૩.૩૭ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો પોતાના ઘરોની બહાર દોડી નીકળ્યા હતા.
લગભગ રાત્રીના ૨ વાગ્યેને ૨૮ મીનિટે આ ભૂકંપના અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૩૨ કિમી દૂર નોંધાયું હતુ અને રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા નોંધાઈ ૩.૨ હતી.




