
દર ૧૦ કિ.મી.એ એક ફાયર સ્ટેશન બની શકે.અમદાવાદમાં ત્રણ નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળી.દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને ફાયર જવાનોની નિષ્ઠાપૂર્વકની ફરજ છુપાયેલી છે.ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને ૨૪ કલાક માનવજીવનની રક્ષા કરે છે. વર્ષ ૨૦૨૪–૨૫ દરમિયાન ફાયર વિભાગે માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં, પરંતુ સંકટમાં ફસાયેલા નાગરિકોને જીવનદાન આપવાની મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગે કૂલ ૬,૪૪૧ ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં ૨,૮૩૫ આગના કેસ તેમજ ૩,૬૦૬ રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને ફાયર જવાનોની નિષ્ઠાપૂર્વકની ફરજ છુપાયેલી છે.આ વ્યાપક કામગીરી દરમિયાન ફાયર વિભાગે ૬૭૮ લોકોના જીવ બચાવી અનેક પરિવારોને ફરીથી જીવનની ખુશી આપી છે. આગ, અકસ્માત, ઊંચાઈ પરથી પડવાના બનાવો કે પાણીમાં ફસાયેલા નાગરિક હોય, દરેક પરિસ્થિતિમાં ફાયર જવાનોએ પોતાના જીવને જાેખમમાં મૂકી બીજાને નવુ જીવન આપ્યું છે.
નોંધનીય બાબત એ છે કે, વર્ષ ૨૦૨૧થી આજ સુધી સાબરમતી નદીમાંથી ૨૭૧ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જે ફાયર વિભાગની ચોકસાઈ અને માનવતાભરી કામગીરીનું પ્રતિબિંબ છે.
આ આંકડાઓ માત્ર આંકડા નથી, પરંતુ સેંકડો ઘરોમાં ફરી પ્રગટેલી ખુશી, તૂટેલી આશાને મળેલી નવી જિંદગી અને એવા સૈનિકોની નિષ્ઠા દર્શાવે છે, જે કોઈ પ્રશંસાની અપેક્ષા વિના નિ:શબ્દ રીતે સેવા આપે છે. અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ આજે માત્ર એક વિભાગ નહીં, પરંતુ નાગરિકો માટે વિશ્વાસ અને સુરક્ષાનું મજબૂત કવચ બની ગયું છે, જ્યાં કોઈ પણ જીવ જાેખમમાં હોય, ત્યાં ફાયર બ્રિગેડ હંમેશા હાજર હોય છે.એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દર ૧૦ કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ટૂંક સમયમાં ત્રણ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સરદારનગર, હાથીજણ, રાણીપમાં નવા ફાયર સ્ટેશન બની ગયાં છે. જેમાં સ્ટાફમાં ફાયર ઓફિસર, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન એમ અંદાજિત ૨૦૦ જેટલાં સ્ટાફની જગ્યા માટે ભરતી કરવામાં આવશે, તે માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. તેને પરિણામે શહેરમાં જ્યારે હાઈરાઈઝ બિલ્ડીંગો બનતી હોય ત્યારે કોઈપણ જાતની દુર્ઘટના બને તો તરત જ આ ફાયરના જવાનો ત્યાં ઝડપથી પહોંચી શકે




