
વિરાટના નામે ૩૦૯ વન ડે ઇન્ટરનેશનલ મેચ.મેદાનમાં ઉતરતા જ વિરાટ કોહલીનો નવો કીર્તિમાન.કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ ૫ લિસ્ટમાં સામેલ થયો.ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રન, સદી, રેકોર્ડ્સની ભરમાર કરી ચૂક્યો છે. કોહલીએ આજે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વડોદરામાં રમાયેલી વનડે મેચના મેદાન પર ઉતરતાની સાથે એક નવો કીર્તિમાન રચ્યો છે. કોહલી હવે ભારત તરફથી સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડીઓના ટોપ ૫ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધી ૩૦૯ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે, આ સાથે તે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી આગળ નીકળ્યો છે. જેમને ભારતીય ટીમ માટે ૩૦૮ વન ડે મેચ રમી હતી, કોહલીની ઉપર આ લિસ્ટમાં રાહુલ દ્રવિડ, ધોની, સચિનનું પણ નામ છે પણ તેડુંલકરનો રેકોર્ડ તોડવો કોહલી માટે ખૂબ જ કઠિન સાબિત થશે.
કારણ કે ભારત માટે સૌથી વધુ વન ડે ઇન્ટરનેશનલ મેચ માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરે રમી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. સચિનનું ૨૪ વર્ષ લાંબુ કરિયર રહ્યું હતું જે ક્રિકેટ ઈતિહાસમાં સ્વર્ણિમ અધ્યાયની રૂપે યાદ રાખવામાં આવે છે. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની, બાદમાં રાહુલ દ્રવિડ અને મોહમ્મદ અઝહરુદ્દીન પણ આ લિસ્ટમાં મોખરે છે.
ભારત માટે સૌથી વધુ ODI મેચ
-૪૬૩ – સચિન તેડુંલકર
-૩૪૭- મહેન્દ્રસિંહ ધોની
-૩૪૦- રાહુલ દ્રવિડ
-૩૩૪- મોહમ્મદ અઝહરુદ્દીન
-૩૦૯- વિરાટ કોહલી
-૩૦૮- સૌરવ ગાંગુલી
૩૭ વર્ષના વિરાટ કોહલીનું કરિયર ન માત્ર રન અને સદીથી ચમકેલું છે પણ લાંબી સ્થિરતા, ધૈર્ય, ફિટનેસ તેમજ ખેલ પ્રત્યેના સમર્પણને પણ ઉજાગર કરે છે. જેથી જ તેઓ આજે પણ વિશ્વના સૌથી વિસ્ફોટક બેટરમાં નામના ધરાવે છે. કોહલીએ ઓગસ્ટ ૨૦૦૮માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આટલા વર્ષો બાદ પણ ટીમ ઈન્ડિયામાં હાલ તે વન ડે ફોર્મેટમાં રમી રહ્યો છે જેમાં સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંથી એક ગણાય છે. જ્યારે પણ ટીમને જરૂર હોય ત્યારે કોહલીની વિરાટ ઈનિંગ જાેવા મળે છે. વન ડે ઈન્ટરનેશનલમાં કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, ૧૪૫૫૭ રન બનાવ્યા છે જેમાં ૫૩ સદી અને ૭૬ અડધી સદી સામેલ છે. હજુ પણ તે અનેક રેકોર્ડ બનાવી શકે છે. ચાહકો કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરે તેવી આશા રાખી રહ્યા છે.




