
પુનર્વિકાસ કામને લઈને ૧૮ તારીખે કેટલીક ટ્રેન રદ્દ.અમદાવાદ જંક્શન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામને લઈને ટ્રેન રદ્દ.પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પુનર્વિકાસ કાર્યના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા ૦૬, ૦૭, ૦૮, ૦૯ અને ૧૦ ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-૦૩ માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કાર્ય એઆરટી ક્રેન તથા હાઈડ્રા ની મદદથી કરવામાં આવશે. આ કાર્ય માટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ તથા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
૧૮ જાન્યુઆરીના રોજ શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો
૧. ગાડી સંખ્યા ૧૯૦૩૩ વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
૨. ગાડી સંખ્યા ૨૨૯૫૩ મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
૧૮ જાન્યુઆરીના રોજ સંપૂર્ણ રીતે રદ થનારી ટ્રેનો
૧. ગાડી સંખ્યા ૨૦૯૫૯/૨૦૯૬૦ વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.
૨. ગાડી સંખ્યા ૧૯૦૩૬/૧૯૦૩૫ મણિનગર–વડોદરા–વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.
૩. ગાડી સંખ્યા ૬૯૧૦૧/૬૯૧૦૨ વડોદરા–વટવા–વડોદરા મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.
૪. ગાડી સંખ્યા ૬૯૧૧૫/૬૯૧૩૦ વડોદરા–વટવા–આણંદ મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.
૫. ગાડી સંખ્યા ૫૯૫૪૯/૫૯૫૫૦ વડોદરા–વટવા–વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સંપૂર્ણ રીતે રદ રહેશે. યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી આયોજન કરે. ટ્રેનો અંગેની વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીનેwww.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.




