
હિલાની એક ભૂલ અને ૨૦ દિવસનું મોતનું જાેખમ.ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું.દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ : ડોક્ટરોએ પીન બહાર કાઢી.સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું છે. દાંત સાફ કરતા ખેંચ આવતા સેફ્ટી પીન ગળી જતા અન્ન નળીમાં ભરાઈ ગઈ સિવિલના ઈએનટી વિભાગના ડોક્ટરોએ મહા મહેનતે બહાર કાઢી દર્દીનો જીવ બચાવ્યો.
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ઈલા ઉપાધ્યાય આ કેસની વધુ વિગતો આપતા જણાવ્યું કે, એક ૪૮ વર્ષીય મહિલા દર્દી સરૂબાલા રમેશચંદ્રને સિવિલના ઈમરજન્સી વિભાગમાં તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ વીસ દિવસ પહેલા ગળામાં સેફ્ટી પીન ગળી જવાની તકલીફ સાથે દાખલ કરાયા હતા. દર્દી પાસેથી હિસ્ટ્રી જાણતા માલૂમ પડ્યું, કે દર્દી ખેંચની બીમારીથી પીડિત હતું. આશરે ૨૦ દિવસ પહેલા સેફટી પીન વડે દાંત સાફ કરતી વખતે અચાનક ખેંચ આવતા સેફટી પીન ગળી ગયા હતા. દર્દીનો એક્સરે કરાવતા દર્દીના ઝ્ર-૭ અને ્-૧ મણકાના લેવલે અન્નનળીમાં સેફ્ટી પીન ફસાઈ હોવાનું અમને દેખાયું હતું. તેઓએ આગળ કહ્યું કે, સેફટી પીન ગળામાં ફસાઈ જવાથી આંતરિક ઇજાનો ગંભીર ખતરો હતો અને વિલંબ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર ઇલા ઉપાધ્યા તેમજ એનેસ્થસિયા વિભાગના ડો. ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોકોપી કરી સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈ પણ ભાગને ઈજા થયા વગર સેફટી પીન મહિલાના શરીરમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશન બાદ દર્દીની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય જણાતા દર્દી હવે કોઈ તકલીફ વિના મોઢેથી ખાવાનું લઈ શકે તેવી સ્થિતિમાં આવી ગયા છે. ડૉ. ઇલા ઉપાધ્યાયે સલાહ આપતા કહ્યું કે, માનસિક બીમારી તેમજ ખેંચની તકલીફ હોય તેવા દર્દીઓએ આવી ધારદાર વસ્તુઓ થી દૂર રહેવું જાેઈએ.




