
ઇન્ડસ્ટ્રીના લોકો તમને એવો અહેસાસ કરાવે છે કે તમે કશું નથી.બોલિવૂડના એક્ટર્સને લોકો અભણ માને છે : સુનિલ શેટ્ટી.સુનિલ શેટ્ટી દિકરા અહાન શેટ્ટીએ તડપ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની સાથે તારા સુતારિયા હતી.જે લોકો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને અભણ સમજે છે એવા લોકોનો સુનીલ શેટ્ટીએ ખુલ્લેઆમ ઉધડો લીધો છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે આજે પણ લોકો એવું માને છે કે બોલિવૂડના કલાકારોને કંઈ જ ખબર પડતી નથી. જે સંપૂર્ણપણે ખોટું છે. સાથે જ તેમણે ઉદ્યોગમાં નિષ્ફળતાને કેવી રીતે ઉજવવામાં આવે છે, તે મુદ્દે પણ વાત કરી હતી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ પોતાના પુત્ર અહાન શેટ્ટીની પહેલી ફિલ્મ બોક્સ ઑફિસ પર નિષ્ફળ જવાના અનુભવની વાત કરી હતી, તેમજ નેપોટિઝમ મુદ્દે ટીકાનો સામનો કરવો પડ્યો તે વિશે પણ વાત કરી હતી. સુનિલે જણાવ્યું, “આપણે હંમેશા ઈચ્છીએ છીએ કે આપણા બાળકો ખુશ રહે અને હું અહીં સફળતાની વાત નથી કરતો. મને ઇન્ડસ્ટ્રીમાં નિષ્ફળતાનો ડર છે, સફળતાનો નહીં. અન્ય ક્ષેત્રોમાં તમે નિષ્ફળ જાઓ તો ફરી ઊભા થઈને આગળ વધો છો.
અહીં જ્યારે તમે નિષ્ફળ જાઓ છો, ત્યારે આખી દુનિયા તમને જુએ છે અને તમને એવો અહેસાસ કરાવે છે કે તમે કશું નથી.”અહાન શેટ્ટીએ તડપ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની સાથે તારા સુતારિયા હતી. ૨૭ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર ૩૫ કરોડની કમાણી કરી હતી.સુનીલ શેટ્ટીએ આગળ ઉમેર્યું કે આજે પણ હિન્દી ફિલ્મ કલાકારોને ‘ડમ્બ’ અથવા ‘અભણ’ માનવામાં આવે છે. સુનીલે જણાવ્યું, “લોકોને લાગે છે કે હિન્દી ફિલ્મોના કલાકારોને કંઇ જ ખબર પડતી નથી. ખરેખર અમે ઘણું જાણીએ છીએ અને ખૂબ સ્માર્ટ છીએ. આજના સમયમાં તો ઘણી વખત નિષ્ફળતાની ઉજવણી સફળતા કરતાં વધારે થાય છે. આ એક હકીકત છે.” ૨૦૨૫માં સુનીલ શેટ્ટી નાદાનિયાં અને કેસરી વીર ફિલ્મોમાં જાેવા મળ્યો હતો. આ વર્ષે તે અક્ષય કુમાર સાથે વેલકમ ટુ ધ જંગલ અને હેરા ફેરી ૩માં જાેવા મળશે. જ્યારે અહાન શેટ્ટી પણ મોટા પડદા પર બોર્ડર ૨ સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સન્ની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પણ છે. ફિલ્મ ૨૩ જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે.




