
પત્રમાં સંભવિત નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કરાયો હતો શ્રીલંકન ક્રિકેટ બોર્ડે PCB પત્ર લખીને પુનર્વિચાર કરવા વિનંતી કરી હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે.
કોલંબોમાં ભારત-પાકિસ્તાન ્૨૦ વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પત્ર લખીને નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. જાેકે, હજુ પણ પાકિસ્તાને ભારત સામે નહીં રમવાની વાત પર પિન ચોંટાડી રાખી હોવાની વાત સામે આવી રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડના છેલ્લા પ્રયાસો છતાં, કોલંબોમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન ્૨૦ વર્લ્ડ કપ મેચ યોજવાની શક્યતાઓ ધૂંધળી દેખાઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ર્નિણય લેનારાઓ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના પોતાના વલણને બદલવાના મૂડમાં નથી. ગુરુવારે સાંજે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે PCB પત્ર લખીને તેમના ર્નિણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. પત્રમાં સંભવિત નાણાકીય નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી, કારણ કે તેમના હાથ બંધાયેલા છે.PCB સૂત્રોએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે, “હા, અમને પત્ર મળ્યો છે, પરંતુ અમે સરકારના ર્નિણયને ઉલટાવી શકતા નથી. તે સંપૂર્ણપણે સરકારનો ર્નિણય છે.” ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં પોતાનો ર્નિણય ઉલટાવી શકે છે. વર્લ્ડ કપ શરૂ થવામાં ફક્ત ૨૪ કલાક બાકી છે, છતાં હજુ સુધી કોઈ સકારાત્મક સંકેતો મળ્યા નથી. આ સૂચવે છે કે ઇતિહાસમાં પહેલીવાર, PCB ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચ રદ થઈ શકે છે. ઁઝ્રમ્ ને લખેલા પત્રમાં, શ્રીલંકા ક્રિકેટે ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. જેમાં જણાવવામાં હતું કે મેચ માટે વ્યવસાયિક, સંચાલન, લોજિસ્ટિકલ અને સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે, જેમાં હોસ્પિટાલિટી પ્લાનિંગ અને ટિકિટ વેચાણનો સમાવેશ થાય છે. શ્રીલંકા ક્રિકેટે પણ મજબૂત ટિકિટ માંગ અને નોંધપાત્ર વાણિજ્યિક નફાની આશા વ્યક્ત કરી હતી.
શ્રીલંકાએ ઁઝ્રમ્ને ચેતવણી આપી હતી કે પાકિસ્તાનની ભાગીદારી ન થવાથી નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે, જેમાં અપેક્ષિત પ્રવાસન આવકનું નુકસાન અને વ્યાપક આર્થિક અસરનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના બહિષ્કારની અટકળો વચ્ચે, કોલંબોમાં તેની અસર પહેલાથી જ અનુભવાઈ ચૂકી છે, ઘણી હોટલ બુકિંગ રદ કરવામાં આવ્યા છે.




