સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલની રોમાંચક સફર આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ એશિયન ગેમ્સમાં ભારતનો આ ૧૭મો ગોલ્ડ મેડલ છે અને કુલ મેડલની સંખ્યા ૭૭ પર પહોંચી
એશિયન ગેમ્સ ૨૦૨૬ના છેલ્લા દિવસની શરૂઆત ભારતે અત્યંત શાનદાર અંદાજમાં કરી છે. ભારતની યુવા મહિલા તીરંદાજ કુમકુમ મોહોદે મહિલાઓની રિકવ ઇન્ડિવિયુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલાએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યાે હોય. આ રોમાંચક અને કાંટાની ટક્કરવાળા ફાઇનલ મુકાબલામાં કુમકુમએ દક્ષિણ કોરિયાની ખેલાડી ઓહ યેજિનને શૂટઓફમાં હરાવીને આ સફળતા મેળવી છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતનો આ ૧૭મો ગોલ્ડ મેડલ છે અને કુલ મેડલની સંખ્યા ૭૭ પર પહોંચી ગઈ છે.ફાઇનલ સુધીની સફરમાં કુમકુમએ શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં ચીનની ઝૂ જિંગયીને ૬-૨થી હરાવી, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કાંગ ચેયાૅંગને ૬-૪થી હરાવીને મોટો ઉલટફેર કર્યાે હતો.લોસ એન્જેલસ ઓલિમ્પિક ૨૦૨૮ના બે કોટામાંથી એક મેળવનાર કુમકુમએ ઝૂ સામે ૨૮-૨૭, ૩૦-૩૦, ૨૯-૨૯, ૨૯-૨૮થી જીત મેળવી હતી. આ અગાઉ તેમણે અંકિતા ભક્ત અને કીર્તિ શર્મા સાથે મળીને મહિલા રિકવ ટીમનો ગોલ્ડ તથા ધીરજ બોમ્મદેવરા સાથે મિક્સ્ડ ડબલનો સિલ્વર મેડલ પણ જીત્યો હતો.




