
ભારતીય લશ્કરમાં અગ્નીપથ યોજના અંતર્ગત અગ્નીવીર તરીકે જોડાઈને ઉજ્જવળ કારર્કિદી બનાવવા ઇચ્છુક ગુજરાતના ફક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નીવીર (જનરલ ડ્યુટી),અગ્નીવીર (ટેકનીકલ), અગ્નીવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનીકલ, અગ્નીવીર ટ્રેડમેન(તમામ)ની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
લશકરી ભરતી મેળા માં ભાગ લેવા માટે (તા.૦૧/૦૭/૨૦૦૫ થી ૦૧/૦૭/૨૦૦૯ વચ્ચેની જન્મ તારીખ)૧૭ થી ૨૨ વર્ષ ઉમર ધરાવતા ઉમેદવારો તથા ધો-૮/૧૦/૧૨ અને આ.ટી.આઇ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.in પર તા ૧૩/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૪/૨૦૨૬ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકશે.
તેમજ અરજી કરેલ ઉમેદવારો માટે તા.૦૧/૦૬/૨૦૨૬ થી ૧૫/૦૬/૨૦૨૬ ના રોજ ઓનલાઈન પરીક્ષા લેવાશે. વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ (જીલ્લી સેવાસદન બ્લોક નં.૨.) નો સંપર્ક કરવો. તેવું રોજગાર અધિકારી પાટણની અખબારયાદીમાં જણાવાયું છે.




