
આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા ખૂબ જ ઉત્સાહ સાથે આગળ વધી રહી છે ત્યારે આ અંગે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખેડૂતોનો, મહિલાઓનો, યુવાનોનો, વેપારીઓનો અવાજ બની ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે ગઇકાલે સોમનાથ મહાદેવના દર્શન કરી “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રા સોમનાથથી નીકળીને ગાંધીનગર જઈ રહી છે.
આ યાત્રા આવતી કાલે તારીખ 26 તારીખે સાંજે છ વાગ્યે ખંભાળિયા વિધાનસભાના ભાણખોખરી ગામે પહોંચવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, યુવા નેતા પ્રવીણ રામ સાથે આમ આદમી પાર્ટીનું તમામ નેતૃત્વ આવતી કાલે ભાણખોખરી પહોંચી રહ્યું છે. તમામ ખેડૂતોને, તમામ માતાઓ-બહેનો, તમામને હું ખૂબ વિનંતી કરું છું કે આવતી કાલે આ સભાની અંદર આશીર્વાદ આપવા માટે આવે. આવો સાથે મળી ગુજરાતની અંદર પરિવર્તન લાવીએ, સાથે મળી ગુજરાતને ભાજપની ગુલામી અને ભાજપના અત્યાચારોમાંથી મુક્ત કરીએ.




