
બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગ પાછળ રૂ.૧.૧૮ કરોડનો ખર્ચ.વડોદરા કારેલીબાગ ખાતે આવેલ બાલભવન અને મુજમહુડા ઓવરબ્રિજના રીપેરીંગને સ્ટ્રક્ચર, રીપેરીંગને લગતી ગનાઈટિંગ, ગ્રાઉટીંગ અને એપ્રોક્સી પેઇન્ટને લગતી કામગીરી કરવા પાછળ કુલ રૂપિયા ૧.૧૮ કરોડનો ખર્ચ થયો હતો. જે પૈકી લાલબાગ બ્રિજ માટે અંદાજે રૂપિયા ૬૨ લાખ અને મુજમહુડા બ્રિજ માટે અંદાજ રૂપિયા ૫૬ લાખનો ખર્ચ કરાયો હતો. જે અંગેની જાણ સ્થાયી સમિતિને કરવામાં આવી છે.
કારેલીબાગ ખાતે આવેલ બાલભવન રીવર ઓવર બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી GPMC એકટની કલમ ૬૭/૩/સી હેઠળ ઇજારદાર મે.રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી., પાસેથી કરાવેલ કામગીરીના થયેલ ખર્ચ રૂ.૬૨,૦૨,૧૬૦+ GST રકમની જાણ સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે.
તેવી જ રીતે બ્રીજ પ્રોજેકટ શાખા દ્વારા વિવિધ નવિન રેલ્વે/ફલાય/રીવર ઓવર બ્રીજ તથા કલ્વર્ટની કામગીરી કરવામાં આવે છે. રેલ્વે/ફલાય/ રીવર ઓવર બ્રીજ તથા કલ્વર્ટ પૈકી મોટાભાગના રેલ્વે/ફલાય/રીવર ઓવર બ્રીજ તથા કલ્વર્ટની Defect Liability Period પૂર્ણ થઇ ગયેલ છે. ગુજરાત રાજયના મોરબી બ્રીજ દુર્ઘટના સંદર્ભે સરકારની ગાઇડલાઇન અનુસાર અત્રેથી મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ રેલ્વે/રીવર/ફલાય ઓવર બ્રીજ/કલ્વર્ટ ની પ્રી-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન ઇન્સ્પેકશનની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરેલ. જે નિમણુકના આધારે કન્સલ્ટન્ટ દ્વારા વિશ્વામીત્રી નદી પરનો મુંજમહુડા રીવર ઓવર બ્રીજનું ઇન્સ્પેક્શન કરતાં બ્રીજની નીચેના ભાગમાં કોંક્રીટ સ્પોલીંગ, રેઇનફોર્સમેન્ટ Exposed થયેલ હોવાનું જણાયેલ. જેથી કન્સલ્ટન્ટ દ્વારા ઇન્સ્પેકશન રીપોર્ટમાં બ્રીજના સ્ટ્રક્ચરના રીપેરીંગને લગત ગનાઇટીંગ/ ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી કરાવા અર્થે અભિપ્રાય આપેલ છે. જી.પી.એમ.સી. એકટની કલમ ૬૭/૩/સી હેઠળ કોઇપણ જાતની પ્રત્યાવાહી વહીવટી પ્રક્રિયાનો જાહેરાત, ટેન્ડર પ્રક્રિયા તેમજ ૨% અને ૩% કપાત તેમજ કરાર કરવાનો બાદ રાખી કામગીરી તાત્કાલિક કરાવવા માટે સૈધ્ધાંતિક મંજૂરી મેળવીને ઇજારદાર મે.રત્નદિપ ઇન્ફ્રાસ્ટ્રકચરને વર્કઓર્ડર આપી સ્થળ પર કામગીરી પૂર્ણ કરાવવામાં આવેલ હતી.




