
સરકારનો મોટો ર્નિણય.LPG સિલિન્ડરની જમાખોરી રોકવા કેન્દ્ર સરકારે દેશમાં ESMA લાગુ કર્યો.LPG સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ESMA કાયદો લાગુ કર્યો છે.ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિઓની અસર ભારતમાં તેલ-ગેસની સપ્લાય પર પડી રહી છે. દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારે કડક નિયમો લાગુ કરી દીધા છે. ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર તો હજુ મળી રહ્યા છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત છે. લોકો ગેસ સિલિન્ડરની જમાખોરી ન કરે અને LPG સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં ESMA કાયદો લાગુ કર્યો છે.
સરકારે ઘરેલુ રાંધણ ગેસની કોઈ અવરોધ વગર સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ESMA કાયદો લાગુ કર્યો છે. ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે Essential Commodities Act લાગુ કર્યો છે. સરકારે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ યુનિટ્સને LPG ઉત્પાદન વધારવાનો પણ આદેશ આપ્યો છે.
આવશ્યક સેવા જાળવણી અધિનિયમ એક કાયદો છે, જે કેટલીક સેવાઓની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ સેવાઓ લોકોના સામાન્ય જીવન સાથે જાેડાયેલી હોય છે અને તેના પર અસર પડવાથી સામાન્ય જનતા પર સીધી અસર પડે છે. તેમાં જાહેર પરિવહન (બસ સેવાઓ), આરોગ્ય સેવાઓ (ડોક્ટર અને હોસ્પિટલ) જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો. દરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દાખલ થશે.
સરકારે તેલ રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવા માટે ‘ESMA‘ કાયદા હેઠળ ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કર્યો છે. આનો હેતુ પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષના કારણે સંભવિત વિક્ષેપોનો સામનો કરવા માટે ઘરેલુ રસોઈ ગેસની ઉપલબ્ધતા વધારવાનો છે. ભારતમાં LPG વપરાશ વર્ષ ૨૦૨૪-૨૫માં ૩.૧૩ કરોડ ટન હતી, જેમાંથી માત્ર ૧.૨૮ કરોડ ટનનું ઉત્પાદન દેશી સ્તરે થયું હતું, જ્યારે બાકીનું આયાત કરવામાં આવ્યું હતું.





