ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ટૂરિસ્ટ વિઝા નહીં લંબાવી શકાય ઓસ્ટ્રેલિયા જતાં ભારતીયો માટે નવા નિયમો, રિટર્ન ટિકિટ ફરજિયાત કેટૂરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ રોકાણ લંબાવી નહીં શકાય, વિઝા ફીમાં પણ ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો
ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ટૂરિસ્ટ વિઝા નહીં લંબાવી શકાય: રિટર્ન ટિકિટ જરૂરી, નવા નિયમો લાગુ; ૪.૫ લાખ ભારતીયોને અસર. મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ પોતાના ત્યાં એન્ટ્રી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. શનિવારથી વિઝા અરજી પર નો ફર્ધર સ્ટે લગાવવું ફરજીયાત રહેશે. એટલે કે, ટૂરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ ત્યાં રહેતા વિઝા લંબાવી શકાશે નહીં.મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાએ પોતાના ત્યાં એન્ટ્રી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. શનિવારથી વિઝા અરજી પર નો ફર્ધર સ્ટે લગાવવું ફરજીયાત રહેશે. એટલે કે, ટૂરિસ્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા ગયા બાદ ત્યાં રહેતા વિઝા લંબાવી શકાશે નહીં. ભારતીયો માટે રિટર્ન ટિકિટ કરાવવી જરૂરી રહેશે. હાલ ઓસ્ટ્રેલિયામાં મહત્તમ ૧૨ મહિના માટે વિઝા મળતા હોય છે. અરજદાર ઓસ્ટ્રેલિયામાં રોકાવવા સંબંધિત સમયગાળાનો ઉલ્લેખ કરી શકે છે, જાેકે- આ સમયગાળો નક્કી કરવા મામલે ર્નિણય લેવામાં વિઝા આપનાર અધિકારી પર ર્નિભર રહેશે. નવા નિયમોથી ભારતથી ઓસ્ટ્રેલિયા જતા પ્રવાસીઓને સૌથી વધુ અસર થશે. ઓસ્ટ્રેલિયા ભારતીયો માટે શિક્ષણ, સર્વિસ અને બિઝનેસ હબ બન્યું છે. ઓસ્ટ્રેલિયાનાં ગૃહ મંત્રાલયનાં આંકડાઓ અનુસાર ૨૦૨૫ દરમિયાન ઓસ્ટ્રેલિયા જનાર ભારતીય સંખ્યા રેકોર્ડ ૪.૫૧ લાખ રહી હતી. જ્યારે ૨૦૨૪માં ૩ લાખ ભારતીયોને વિઝા અપાયા હતા. ઓસ્ટ્રેલિયા એ વિઝા ફીને ૧૨ હજારથી વધારીને ૧૫ હજાર રૂપિયા કરી દીધી છે. ૨૬ ઓક્ટોબરથી ભારતમાં ઓસ્ટ્રેલિયન વિઝા અરજી પ્રક્રિયા હેઠળ બાયોમેટ્રિક તપાસનો વ્યાપ વધારાયો છે.




