નિફ્ટી ૨૫,૬૦૭ના સ્તરે બંધ; રોકાણકારોમાં ચિંતા શેરબજારમાં કડાકો નોંધાયો સેન્સેક્સ ૯૮૯ પોઇન્ટ તૂટ્યો ઓટો, બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલીથી બજાર ગગડ્યું; ચાર સપ્તાહની તેજી પર બ્રેક, વધતા ક્રૂડ ઓઇલના ભાવની પણ અસર ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઊંચા સ્તરે રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે બજારમાં વેચવાલી જાેવા મળી હતી. ખાસ કરીને IT, ઓટો, રિયલ્ટી અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં ઘટાડાને પગલે બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા.
શુક્રવાર, ૨૭ નવેમ્બરના રોજ BSE સેન્સેક્સ ૯૮૯.૩૩ પોઇન્ટ એટલે કે ૧.૧૭ ટકા ઘટીને ૮૩,૩૩૯.૨૬ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી ૨૭૭.૩૦ પોઇન્ટ એટલે કે ૧.૦૭ ટકા ઘટીને ૨૫,૬૦૭.૨૦ના સ્તરે સ્થિર થયો હતો. બજારમાં થયેલી વેચવાલીમાં ITક્ષેત્રના શેરો સૌથી વધુ દબાણ હેઠળ રહ્યા હતા. નિફ્ટી IT ઇન્ડેક્સમાં ૧.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ઓટો, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રના શેરોમાં પણ નબળાઈ જાેવા મળી હતી.
બીજી તરફ, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રના કેટલાક શેરોમાં ખરીદી જાેવા મળી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં આશરે ૧.૪૦ ટકાનો વધારો નોંધાયો હતો. શુક્રવારના કારોબારમાં ભારતી ઇલેક્ટ્રોનિક્સ, ત્નજીઉ સ્ટીલ, ટાઇટન, હિન્દાલ્કો અને JSW લાઇફ જેવા શેરોમાં મજબૂતી જાેવા મળી હતી. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ઓટો, HCL ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ અને TCS ના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં સતત ચાર સપ્તાહથી જાેવા મળતી તેજીનો અંત આવ્યો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૫૮૦.૪૫ પોઇન્ટ એટલે કે ૦.૬૯ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી ૧૯૩.૪૦ પોઇન્ટ એટલે કે આશરે ૦.૭૫ ટકા ઘટ્યો હતો. જાેકે, નવેમ્બર મહિનામાં અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.
હવે આગામી સપ્તાહે રોકાણકારોની નજર વૈશ્વિક બજારોના સંકેતો, ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ અંગેના ર્નિણય પર રહેશે. બજારમાં વધતી અસ્થિરતા વચ્ચે રોકાણકારો માટે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ બની રહેશે.




