રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૮ નોંધાઈ અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આંચકા આવ્યાં જમીનથી ૧૧૭ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું ભૂકંપનું કેન્દ્ર, હાલ કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી અફઘાનિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ નોંધાઈ હતી. ભૂકંપ સવારે ૬ વાગ્યે ૨૫ મિનિટે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનથી ૧૧૭ કિલોમીટર નીચે હતી. ભૂકંપનું કેન્દ્ર ૩૪.૫૨૨ ઉત્તર અક્ષાંશ અને ૭૦.૬૩૬ પૂર્વ રેખાંશ પર હતું. હાલ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.પૃથ્વીની ઉપરની સપાટી અનેક મોટી અને નાની ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલી છે. આ પ્લેટો સતત ગતિ કરતી રહે છે, પરંતુ તેમની ગતિ ખૂબ જ ધીમી હોય છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા એકબીજા સામે ઘસાય છે, ત્યારે તેમાં ભારે દબાણ અને ઊર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે આ ઊર્જા અચાનક બહાર નીકળે છે, ત્યારે ધરતી ધ્રૂજ્વા લાગે છે.ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. સામાન્ય રીતે ૭.૦ કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપને અત્યંત ખતરનાક માનવામાં આવે છે. ૪.૫ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ ઇમારતો અને ઘરોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ૨.૦ કે તેથી ઓછી તીવ્રતાના ભૂકંપને માઇક્રો ભૂકંપ કહેવામાં આવે છે. આવા ભૂકંપના આંચકા ઘણા લોકો અનુભવી પણ શકતા નથી.




