
મહાજંગ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો ર્નિણય અબુ ધાબીની તમામ અને દુબઈની ૫ ફ્લાઈટ્સ રદ વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે મધ્ય પૂર્વ (Middle East) માં યુદ્ધના ઘેરાતા વાદળોની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સ્પષ્ટપણે જાેવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એરપોર્ટ ઓથોરિટીના નવા નિર્દેશોને પગલે, ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબી અને દુબઈ જતી મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
વૈશ્વિક અશાંતિને કારણે અનેક દેશોએ તેમના એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધા છે અથવા કડક નિયંત્રણો લાદ્યા છે. આ ફેરફારોને કારણે સેંકડો ભારતીય મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.દુબઈમાં એર ઈન્ડિયાની પાંચમાંથી ચાર અને એર ઈન્ડિયા એક્સપ્રેસની છમાંથી પાંચ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી-દુબઈ રૂટ પર માત્ર એક જ રિટર્ન ફ્લાઈટ કાર્યરત રહેશે. એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ૫ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. શારજાહ અને રાસ અલ ખૈમાહ અહીંથી મર્યાદિત ફ્લાઈટ્સ (દિલ્હી, મુંબઈ, કોચી વગેરે માટે) ચલાવવાની યોજના છે, પરંતુ તે સ્લોટની ઉપલબ્ધતા પર ર્નિભર રહેશે.
એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ ર્નિણય સ્થાનિક ઓથોરિટીના આદેશ અને સુરક્ષાના કારણોસર લેવામાં આવ્યો છે. કંપનીએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે એરપોર્ટ પર રવાના થતા પહેલા તમારી ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચોક્કસ ચેક કરી લો, જેથી કોઈ મુશ્કેલી ન પડે.”




