
ટ્રમ્પનો દાવો – ‘ઈરાનની શક્તિ ખતમ કરી દીધી’ દુબઈ એરપોર્ટ પાસે ઈરાની ડ્રોન હુમલાથી ભીષણ આગ, ફ્લાઇટ્સ રદ્દ કુવૈત નેશનલ ગાર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં તેમણે તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા ફ્યુઅલ ટેન્ક પર ડ્રોન હુમલો થતા આગ લાગી હતી. સદનસીબે, સિવિલ ડિફેન્સ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જાેકે, સુરક્ષાના કારણોસર દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. દુબઈમાં ડ્રોન હુમલા બાદ ચાલી રહેલી ઈમરજન્સી કામગીરીને પગલે સુરક્ષાના કારણોસર દુબઈ પોલીસે એરપોર્ટ રોડ અને એરપોર્ટ ટનલને કામચલાઉ ધોરણે બંધ કરી દીધા છે. દુબઈ મીડિયા ઓફિસે જણાવ્યું કે સિવિલ ડિફેન્સની ટીમોએ એરપોર્ટ નજીક ફ્યુઅલ ટેન્ક પર થયેલા હુમલાને કારણે લાગેલી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે, પરંતુ હજુ પણ ઓપરેશન ચાલુ હોવાથી પોલીસે વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.એપ્સ્ટિનના સાથીઓ બાળકો પર હુમલા કરવાનું બંધ નહીં કરે, હમેદાનમાં ફરી સ્કૂલને નિશાન બનાવી : ઈરાનનો દાવો બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં ઇઝરાયલનો બોમ્બમારોઅહેવાલ મુજબ, ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી પરા વિસ્તારોમાં બે મોટા હવાઈ હુમલા કર્યા છે. હાલમાં જાનહાનિના કોઈ તાત્કાલિક સમાચાર મળ્યા નથી,
પરંતુ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ છે.કુવૈત નેશનલ ગાર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં તેમણે તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. અગાઉ રવિવારે અલી અલ સાલેમ બેઝ પર થયેલા ડ્રોન હુમલામાં ઈટાલિયન ફોર્સના આશ્રયસ્થાનને નુકસાન થયું હતું.એરફોર્સ વન પરથી પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા ઈરાનના તે સ્થળોને નિશાન બનાવી રહ્યું છે જ્યાં ડ્રોનનું ઉત્પાદન થાય છે. તેમણે કહ્યું, “ઈરાન પાસે હવે બહુ ઓછી સૈન્ય શક્તિ બચી છે. ગઈકાલથી અમે તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે.”ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઇઝરાયલ દ્વારા તેલ ડેપો પર કરવામાં આવેલા હુમલાને ‘ઇકોસાઇડ’ (પર્યાવરણની હત્યા) ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી જમીન અને ભૂગર્ભજળ પ્રદૂષિત થશે જેની અસર પેઢીઓ સુધી રહેશે.ઈરાકી સશસ્ત્ર જૂથ ‘સરાયા અવલિયા અલ-દમ‘ એ બગદાદ એરપોર્ટ નજીક આવેલા અમેરિકન વિક્ટરી બેઝ પર રોકેટ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં ૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને બેઝમાં ભીષણ આગ લાગી હતી.ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યાે છે કે ઈરાન વાટાઘાટો કરવા માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ તેઓ હજુ તે શરતો માનવા તૈયાર નથી જે જરૂરી છે. વધુમાં, તેમણે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા જાળવવા માટે અન્ય દેશો સાથે ચર્ચા શરૂ કરી હોવાનું પણ જણાવ્યું છે.




