
રણવીરની ફિલ્મે યુએસમાં ‘પઠાણ’ અને ‘આરઆરઆર’ના રેકોર્ડ તોડ્યા ‘ધુરંધર ૨’નાં એડવાન્સ બુકિંગની આંધી વર્લ્ડવાઇડ બૂકિંગ રૂ. ૧૦૦ કરોડને પાર ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.
ધુરંધર ૨નં એડવાન્સ બૂકિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રીવ્યૂ શોઝ માટે જ ફિલ્મની ૧૦ લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક એડવાન્સ બૂકિંગ આ વીકેન્ડથી શરૂ થયું છે. ત્યારથી અત્યાર સુધીના પ્રી-સેલ્સ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. જ્યારે પેઈડ પ્રીવ્યૂ શોઝ ૧૮ માર્ચની સાંજે યોજાશે. આ સિક્વલ હવે કોઈપણ ભારતીય ફિલ્મ માટેનો સૌથી મોટું પ્રીમિયર બની ગયું છે, કારણ કે માત્ર પ્રીવ્યૂ શોમાંથી જ દેશમાં ૩૨.૪૪ કરોડની કમાણી થઈ છે.આ પહેલાંનો રેકોર્ડ પવન કલ્યાણની ફિલ્મ ઓજી પાસે હતો, જેણે ગયા વર્ષે પ્રીમિયરમાં લગભગ ૨૫ કરોડ કમાણી કરી હતી. અંદાજ છે કે ધુરંધર ૨ બુધવાર સુધીમાં ૪૦ કરોડ પાર કરી શકે છે. સાથે જ આ ફિલ્મ ઓપનિંગ વીકેન્ડમાં જ ૫૦૦ કરોડની કમાણી કરી લે એવી શક્યતા હાલ દેખાય છે.ટ્રેડ ઇન્સાઇડર્સ દ્વારા મળતી માહિતી મુજબ, આખા ઓપનિંગ વીકએન્ડ માટે ભારતમાં ધુરંધર ૨નું એડવાન્સ બૂકિંગ પહેલેથી જ ૬૦ કરોડથી વધુ પહોંચી ગયું છે.વિદેશમાં પણ ફિલ્મનો જાેરદાર પ્રભાવ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ નૉર્થ અમેરિકામાં પ્રી-સેલ્સમાં ૫ મિલિયન ડૉલર પાર કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. તેણે પઠાણ, આરઆરઆર અને બાહુબલી ૨ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમણે તે વિસ્તારમાં ૪ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી હતી.વિશ્વભરમાં અત્યાર સુધીમાં ધુરંધર ૨ની એડવાન્સ બુકિંગ ૬ મિલિયન ડૉલરથી વધુ થઈ ગઈ છે.
એટલે કે ફિલ્મનું કુલ વૈશ્વિક એડવાન્સ બૂકિંગ લગભગ ૧૨૦ કરોડ સુધી પહોંચી ગયું છે.હજુ રિલીઝમાં બે દિવસ બાકી હોવાથી આ આંકડો સરળતાથી ૧૫૦ કરોડ અથવા કદાચ ૨૦૦ કરોડ સુધી પણ પહોંચી શકે છે. સ્પોટ બૂકિંગ ઉમેરવામાં આવે તો ધુરંધર ૨ હજુ ઘણા રેકોર્ડ તોડી શકે છે. જે પ્રકારની કમાણી ભારતીય સિનેમાએ બાહુબલીના સમય પછી ભાગ્યે જ જાેઈ છે.પ્રથમ ફિલ્મ ધુરંધરએ વિશ્વભરમાં લગભગ ૧૩૦૦ કરોડની કમાણી કરી હતી અને ડિસેમ્બરમાં રિલીઝ થયા પછી ત્રણ મહિના બાદ પણ થિયેટરોમાં ચાલી રહી છે. ત્યારે ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે ધુરંધર ૨ વિશ્વભરમાં ૨૦૦૦ કરોડની કમાણીને પાર કરી શકે છે અને લગભગ છેલ્લા દાયકાથી ટોચ પર રહેલી દંગલને પણ પાછળ છોડી શકે છે.બીજી તરફ હિન્દી સિનેમામાં વધી રહેલા દેશભક્તિના નેરેટીવની પણ ચર્ચા છે. આ અંગે ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ કહે છે કે, “ઉરી બ્લોકબસ્ટર હતી. ધુરંધર હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની. હવે ધુરંધર ૨ આવી રહી છે. મને લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસના બધા રેકોર્ડ તોડી નાખશે. પહેલા જ્યારે શોલે રિલીઝ થઈ ત્યારે લોકો કહેતા ‘રમેશ સિપ્પીની શોલે’. તેવી જ છાપ આદિત્ય ધરે પણ છોડી છે.”તરણ આદર્શ કહે છે કે ધુરંધર માત્ર યુદ્ધ ફિલ્મ નથી. “આ ફિલ્મ આતંકવાદ, પાકિસ્તાનમાં ગેંગ વોર્સ અને તે ઘટનાઓ ભારત પર કેવી અસર કરે છે તેના વિશે છે. આ વિષયની તાજગી દર્શકોને જાેડે છે.”થિયેટર માલિક અને એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગ સાહસિક અક્ષય રાઠી કહે છે, “આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચેના આધુનિક ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.




