
હિન્દી વર્ઝન માટે મંજૂરી વિના મારી ઈમેજનો ઉપયોગ સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો.ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ચાર મિનિટના વિડિયોમાં, નોરા ફતેહીએ જણાવ્યું કે તેને હિન્દી વર્ઝન અથવા તેના શબ્દો વિશે કોઈ જાણકારી નહોતી.એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીએ આવનારી ફિલ્મ ‘કે.ડી.: ધ ડેવિલ’ના ગીત ‘સરકે ચૂનર’ને લઈને સર્જાયેલા વિવાદ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે, કારણ કે ગીતની હિન્દી વર્ઝનને તેનાં દ્વી અર્થી શબ્દો માટે ટીકા થઈ છે.ગીતનું હિન્દી વર્ઝન, જેમાં નોરા ફતેહી સાથે સંજય દત્ત પણ જાેવા મળે છે, ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડ્યો. આક્રોશ પછી આ ગીત યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું, જાેકે તે પહેલા જ વાયરલ થઈ ચૂક્યું હતું. પ્રેમ દ્વારા દિગ્દર્શિત અને ધ્રુવ સર્જા અભિનિત આ ફિલ્મ ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ચાર મિનિટના વિડિયોમાં, નોરા ફતેહીએ જણાવ્યું કે તેને હિન્દી વર્ઝન અથવા તેના શબ્દો વિશે કોઈ જાણકારી નહોતી. તેણે આ ગીત ત્રણ વર્ષ પહેલા કન્નડમાં શૂટ કર્યું હતું અને મોટા પ્રોજેક્ટ સાથે જાેડાયેલું હોવાને કારણે તથા સંજય દત્ત સાથે કામ કરવાની તક હોવાથી તેનો ભાગ બનવા સંમત થઈ હતી, તેનાં કહેવા મુજબ, તે સમયે તેને જે વર્ઝન વિશે માહિતી આપવામાં આવી હતી તેમાં કોઈ સમસ્યા નહોતી, કારણ કે તેણે સેટ પર આપવામાં આવેલાં ભાષાંતર અને સમજણ પર વિશ્વાસ કર્યાે હતો.નોરા ફતેહીએ જણાવ્યું કે હિન્દી વર્ઝન બનાવવામાં આવ્યું તે અંગે તેને જાણ કરવામાં આવી નહોતી અને તેની ઈમેજનો ઉપયોગ કરતાં પહેલાં તેની પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. તેણે લિરિકલ વિડિયોમાં અનઅપ્રુવ્ડ વિઝ્યુઅલ્સના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યાે કે તેની અને સંજય દત્તની છૈં-જનરેટેડ ઈમેજનો ઉપયોગ સંમતિ વગર કરવામાં આવ્યો છે.તેણે વધુમાં જણાવ્યું કે હિન્દી વર્ઝન જાેયા બાદ, ગીતના શબ્દોને કારણે વિવાદ ઉભો થશે તે સમજતા, તેણે દિગ્દર્શક સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. “મેં આ પ્રોજેક્ટથી મારી જાતને દૂર રાખવાનો ર્નિણય લીધો હતો અને ગીતનું પ્રમોશન ન કરવાનો ર્નિણય લીધો હતો.”




