
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
રમઝાન માસ રોઝાનો પવિત્ર મહિનો છે. આ તહેવાર એટલે કે ઇદના દિવસે, વિશ્વભરના મુસ્લિમો પ્રાર્થના કરવા ભોજન વહેંચવા અને આનંદ અને સદભાવના માટે ભેગા થાય છે. પરંતુ શું તમને ખબર છે કે ઈદ-ઉલ-ફિત્ર ને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. ઈદ ઉજવણી અને એનું મહત્વ શું છે? “મીઠી ઈદ” કેમ કહેવામાં આવે છે? ઈદ-ઉલ- ફિત્ર ને ઘણીવાર “મિઠી ઈદ” કહેવામાં આવે છે. આ નામ એક મહિનાના રોઝાના સમાપનની ઉજવણી માટે મીઠી વાનગીઓ તૈયાર કરવાની અને તેનો આનંદ માણવાની પરંપરા પરથી આવ્યું છે. રમઝાન માસ દરમ્યાન સવારથી સૂર્યાસ્ત સુધી રોઝા રાખ્યા પછી પરિવારો સેવૈયા (સેવૈયા ખીર) ખીર,શીર ખુર્મા અને વિવિધ મીઠાઈઓ જેવી મીઠાઈઓનો આનંદ માણે છે. તે ખુશી, કૃતજ્ઞતા અને સ્વશિસ્ત પછી જીવનની મીઠાશનું પ્રતીક છે. સંબંધીઓ, મિત્રો,પાડોશીઓ અને સામાજિક સંબંધોને મીઠા અને મજબૂત બનાવે છે. આ ઈદના પવિત્ર પ્રસંગે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ મેવાડા સમગ્ર મુસ્લિમ સમાજને ઈદની મુબારક બાદી પાઠવતા અલ્લાહ-તાલા ને એજ પ્રાર્થના કે સૌને સુખ શાંતિ અને સ્મૃધ્ધિ અર્પે.




