
પ્રાઇમ વીડિયો દ્વારા સિરીઝની જાહેરાત કરાઈ ‘કૉલ મી બે- ૨’માં અનન્યા પાંડે ‘નવી બહેન’ શ્રૃતિ હાસન જાેડાઈ ટીમે આખરે કૉલ મી બે સીઝન ૨ નો ફર્સ્ટ લુક અને ટીઝર કર્યા છે અને તે પહેલાંથી પણ વધુ મજેદાર અને એન્ટરટેઇનિંગ લાગે છે કોલિન ડી’કુન્હાએ ડિરેક્ટ કરેલી ‘કૉલ મી બે સીઝન ૨’ અનન્યા પાંડે, વીર દાસ, શ્રૃતિ હસન અને અન્ય ઘણા કલાકારો સાથે પરત આવી રહી છે.
એમેઝોન અનન્યા પાંડેએ ૨૦૨૪માં આ વેબ સિરીઝ સાથે ડેબ્યુ કર્યું હતું. દર્શકોએ તેને બેલા (બૅ) ચૌધરી તરીકે આ કોમેડી ડ્રામામાં ખૂબ પસંદ કરી પછી, નિર્માતાઓ હવે નવી સીઝન સાથે પરત આવી રહ્યા છે. તાજેતરમાં, શોનો ફર્સ્ટ લુક રજુ કરવામાં આવ્યો જેમાં કાસ્ટમાં શ્રૃતિ હસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે જ્યારે અનન્યા પાંડેએ ર્ં્ પ્લેટફર્મ પર કોમેડી-ડ્રામા સિરીઝ કૉલ મી બે સાથે એન્ટ્રી કરી હતી. આ આઠ એપિસોડની સિરીઝ બૅ વિશે હતો, જે એક અમીર સોશિયલાઇટ-ઇન્ફ્લુએન્સર છે, જેને પોતાના ફિટનેસ ટ્રેનર સાથે પતિને છેતર્યા પછી મુંબઈમાં પોતે જ પોતાની રીતે નવેસરથી લાઇફ શરૂ કરવી પડે છે, તેનું જીવન દુખદ વળાંક લે છે, છતાં દર્શકોએ અનલિમિટેડ કોમેડી સાથે આ રોલર-કોસ્ટર સફરનો આનંદ લીધો હતો.હવે, ટીમે આખરે કૉલ મી બે સીઝન ૨ નો ફર્સ્ટ લુક અને ટીઝર કર્યા છે અને તે પહેલાંથી પણ વધુ મજેદાર અને એન્ટરટેઇનિંગ લાગે છે. આ વખતે, બૅ દુનિયા જીતવા તૈયાર છે, પરંતુ થોડા વધુ ડ્રામા અને કેઓસ સાથે.ગઈ સીઝનમાં વીર દાસ, ગુરફતેહ પીરઝાદા, વરુણ સૂદ, વિહાન સામત, મસ્કાન જાફરી, નિહારિકા લાયરા દત્ત, લિસા મિશ્રા અને મિની માથુર જાેવા મળ્યાં હતાં. બીજા ભાગમાં, મોટાભાગની કાસ્ટ પરત આવી રહી છે સાથે અનન્યાની ‘નવી બહેન’ તરીકે શ્રૃતિ હસનનો ઉમેરો થયો છે.શોનું ટીઝર રજુ કરતાં, તેનાં સોશિયલ મીડિયા પેજ પર લખ્યું, “કૉલ મી બે સીઝન ૨: પોતાનો ન્યૂઝ શો હવે ઓન એર હોવાથી, બૅ હવે રાજ કરવા તૈયાર છે! પરંતુ ફેમ સાથે સમસ્યાઓ પણ આવે છે. તેના વ્યક્તિગત જીવનમાં ડ્રામા વધુ ગૂંચ ઉભી કરે છે કારણ કે બેલા પોતાના પરત ફરેલા પૂર્વ પતિ અને તેના આકર્ષક બોસ વચ્ચે ફસાઈ જાય છે. તેના જીવનમાં એક ‘નવી બહેન’ પ્રવેશ કરે છે અને બહેનકોડ તૂટવા લાગે છે. પ્રેમ યુદ્ધ છે. કામ એક યુદ્ધક્ષેત્ર છે. એક નવું રહસ્ય ફાટવા તૈયાર છે.”આ સિરીઝને કરણ જાેહર, અદાર પૂનાવાલા અને અપૂર્વ મહેતાની ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.




