
ફિલ્મના ડિજિટલ રાઈટ્સ જિયો હોટસ્ટારે ખરીદ્યા.ધુરંધર ફિલ્મની જેમ ધુરંધર ૨ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેવા નહીં મળે.ઘરે બેઠા ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જાેવી હોય તો આ વખતે ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન લેવું પડશે.આદિત્ય ધરની સ્પાઈ થ્રિલર ફિલ્મ ધુરંધરની સીક્વલ ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનો ક્રેઝ લોકો પર જાેવા મળી રહ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ લોકોને શાનદાર લાગી રહી છે. આ સાથે જ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે તે જાણવાની આતુરતા પણ વધી છે. લોકો એ જાણવા માંગે છે કે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે. તો ચાલો તમને જણાવી દઈએ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મની ઓટીટી રિલીઝ અંગેનું સૌથી મોટું અપડેટ
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ધુરંધર ફિલ્મની જેમ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ નહીં થાય. જી હાં આ વખતે ફિલ્મનું ઓટીટી પ્લેટફોર્મ બદલી ગયું છે. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મના ડિજિટલ પ્રીમિયરની રાહ જાેતા લોકો ખાસ જાણી લે કે તેમણે ઘરે બેઠા ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જાેવી હોય તો આ વખતે ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન લેવું પડશે. જાે તમે નેટફ્લિક્સનો પ્લાન ધુરંધર ધ રિવેન્જ માટે રિચાર્જ કરી રહ્યા હતા તો હવે હોટસ્ટારનો પ્લાન પસંદ કરી લો કારણ કે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ જિયો હોટસ્ટારે ખરીદ્યા છે.
રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ આદિત્ય ધર માટે નોટ છાપવાની મશીન હોય તેવું લાગે છે. ફિલ્મના પેઈડ પ્રીવ્યુ, એડવાન્સ બુકીંગ, પહેલા વીકની કમાણી પછી ડિજિટલ રાઈટ્સથી પણ ફિલ્મને જાેરદાર કમાણી થઈ છે. જાણવા મળતી માહિતી અનુસાર જિયો હોટસ્ટાર અને ફિલ્મ નિર્માતા વચ્ચે ૧૫૦ કરોડની ડીલ થઈ છે. મહત્વનું છે કે આ રકમ ફિલ્મના પહેલા પાર્ટના ડિજિટલ રાઈટ્સ કરતાં બમણી છે.
ધુરંધર ધ રિવેન્જ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત તો નથી કરવામાં આવી પણ ફિલ્મની ઓટીટી રિલીઝનો એક વણલખ્યો નિયમ છે કે ફિલ્મ રિલીઝ થાય તેના ૮ સપ્તાહ પછી ફિલ્મ ઓટીટી પર આવે છે. જાે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી હોય તો આ સમય લંબાઈ પણ શકે છે. ધુરંધર ધ રિવેન્જ માટે પણ આવું બની શકે. લોકોને ઓટીટી પર ફિલ્મ જાેવા માટે મે ૨૦૨૬ કે જૂન ૨૦૨૬ ની શરુઆત સુધી રાહ જાેવી પડી શકે છે. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રિલીઝ થઈ હતી.





