
લાખો ભક્તોએ આ અલૌકિક નજારાના દર્શન કર્યા અયોધ્યા નગરીમાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું અયોધ્યા રામનગરીમાં રામલલાના જન્મોત્સવને લઈને ઉત્સાહ : મોદીએ ટીવી પર રામલલાનો સૂર્ય તિલક જાેયો અયોધ્યા નગરીમાં રામલલાના જન્મોત્સવનો ઉત્સાહ ધામધૂમથી ચાલી રહ્યો છે. રામ મંદિરના આંગણથી લઈને દરેક મઠ-મંદિરમાં ભગવાન રામલલાનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે એટલે કે રામનવમી પર શુક્રવારે બપોરે અયોધ્યામાં ૧૨ વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું.
પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્ય તિલક હતું. બપોરે ૧૨ વાગ્યે અભિજીત મુહૂર્તમાં લલાટ પર સૂર્યના કિરણોથી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. ૯ મિનિટ સુધી લાખો ભક્તોએ રૂબરૂ અને ઓનલાઈન આ અલૌકિક નજારાના દર્શન કર્યા હતા. આ સમયે ઁસ્ મોદીએ પણ ્ફ પર રામલલાનો સૂર્ય તિલક જાેયો હતો.
સૂર્ય તિલક સાથે જ રામલલાનો જન્મ થયો. આ દરમિયાન ગર્ભગૃહમાં ૧૪ પૂજારીઓ હાજર રહ્યા અને વિશેષ પૂજા કરી હતી. ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. સૂર્ય તિલક બાદ થોડીવાર માટે રામલલાના દ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે. હવે રામલલાને ૫૬ પ્રકારનો ભોગ ધરાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રામલલાના સૂર્ય તિલક માટે અષ્ટધાતુની ૨૦ પાઈપોથી ૬૫ ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી. જેમાં ૪ લેન્સ અને ૪ અરીસાઓ દ્વારા ગર્ભગૃહ સુધી રામલલાના મસ્તક પર કિરણો પહોંચાડવામાં આવ્યા હતા.
આ પહેલા ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સવારે ૫.૩૦ વાગ્યે રામલલાની આરતી કરવામાં આવી હતી. ભગવાનને પીતાંબર પહેરાવવામાં આવ્યા હતા.
ભય પ્રગટ કૃપાલા દીન દયાલની સ્તુતિ સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આખી રામનગરી રામના જન્મોત્સવના હરખમાં ડૂબેલી છે.
રામમય વાતાવરણમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો જાેવા મળી રહ્યા છે. દૂર-દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ ગીત-સંગીત સાથે ભગવાન માટે વધામણાં ગાઈ રહ્યા છે. રામનગરીમાં સતત કાર્યક્રમો ચાલી રહ્યા છે અને ભગવાન રામની નગરી પોતાના આરાધ્યના જન્મોત્સવમાં મગ્ન બની ગઈ હતી.





