
આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂતીથી મેદાને ઉતરી છે અને પોતાના પ્રચાર અભિયાનને વેગવંતુ બનાવ્યું છે. આમ આદમી પાર્ટીએ હાલ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનની પણ શરૂઆત કરી છે. જેના થકી આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી રહી છે અને લોકોનો વિશ્વાસ જીતી રહી છે. ગતરોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આ નામ જાહેર કરાયા બાદ આમ આદમી પાર્ટીના સુરતના ઉમેદવારોએ અલગ અલગ સોસાયટીઓમાં જઈને પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું અને સુરતના ઉમેદવારોને તમામ સોસાયટીઓમાંથી ખૂબ જ પ્રેમ અને આવકાર મળ્યો હતો અને લોકોએ પોતાનું સમર્થન આમ આદમી પાર્ટીને જાહેર કર્યું હતું.
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ઉમેદવારોનીચાર યાદીઓ જાહેર કરીને લગભગ 5000થી વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવો ઇતિહાસ રચાઇ રહ્યો છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજા પક્ષે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો જાહેર કર્યા હોય. હાલ આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા નિભાવી ચૂકી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા એવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવે છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો પહેલો મેયર બનાવશે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ ગુજરાતના લોકો માટે પણ એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ સમાન છે કારણ કે આ ચૂંટણીને વિધાનસભાની પહેલા સેમિફાઇનલની ચૂંટણી ગણવામાં આવે છે અને આ ચૂંટણીના પરિણામો ક્યાંકને ક્યાંક આવનારી વિધાનસભા ચૂંટણી માટે પાયો નાખવાનું કામ કરશે.





