
પડોશી દેશોમાં અશાંતિનું વાતાવરણ પ્રવર્તે છે પાડોશી દેશોનું બગડ્યુ બજેટ, LPG અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ફુગાવો ૩૦ થી ૫૦ ટકા સુધી વધ્યો છે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટની ગંભીર સ્થિતિ પેદા કરી છે. આ યુદ્ધ જેવી પરિસ્થિતિની સૌથી માઠી અસર દક્ષિણ એશિયાઈ દેશો પર પડી છે, જ્યાં ઈંધણના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારત માટે રાહતની વાત એ છે કે અહીં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસના ભાવ હજુ નિયંત્રણમાં છે, પરંતુ આપણા પડોશી દેશોમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે. બાંગ્લાદેશ:પોતાની ઉર્જા જરૂરિયાતો માટે ૯૫% આયાત પર ર્નિભર બાંગ્લાદેશમાં હાલ આહાકાર મચ્યો છે. રસોઈ ગેસ મેળવવા માટે લોકોની લાંબી કતારો જાેવા મળી રહી છે. સરકાર દ્વારા વીજળી બચાવવા માટે ઓફિસોમાં ‘વર્ક ફ્રોમ હોમ‘ અને યુનિવર્સિટીઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. અહીં પેટ્રોલ ૧૧૬ અને ડીઝલ ૧૦૦ ટકા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
પાકિસ્તાન:દક્ષિણ એશિયામાં સૌથી મોંઘું ઈંધણ અત્યારે પાકિસ્તાનમાં છે. પેટ્રોલના ભાવ ૪૬૦ અને ડીઝલ ૫૨૦ પાકિસ્તાની રૂપિયાને પાર કરી ગયા છે. આર્થિક બોજ ઘટાડવા સરકારે સરકારી કર્મચારીઓના ઈંધણ ભથ્થામાં ૫૦% કાપ મૂક્યો છે અને ઓફિસોમાં ૪-ડે વર્કિંગ વીક અમલી બનાવ્યું છે. આશ્ચર્યજનક રીતે, વીજળી બચાવવા માટે પાકિસ્તાન સુપર લીગ (PSL) જેવી ટુર્નામેન્ટ પણ દર્શકો વિના રમાડવાનો ર્નિણય લેવાયો છે.
નેપાળ: કાચા તેલના વધતા ભાવ અને ઘટતા વિદેશી હૂંડિયામણને કારણે નેપાળે સખત નિયંત્રણો લાદ્યા છે. સરકારી કચેરીઓનો સમય મર્યાદિત કરી દેવામાં આવ્યો છે અને રાત્રે ૭ વાગ્યા પછી શોપિંગ મોલ્સ બંધ રાખવાનો આદેશ છે. લગ્ન-પ્રસંગોમાં શણગારની લાઈટો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી ઉર્જા બચાવી શકાય.
શ્રીલંકા:શ્રીલંકાએ ઈંધણની ખપત ઘટાડવા માટે શાળાઓ અને ઓફિસોમાં સાપ્તાહિક રજાઓ વધારી દીધી છે.
એવિએશન ફ્યુઅલના ભાવ બમણા કરી દેવાયા છે અને સરકાર હવે ઝડપથી વાહનોને ઈલેક્ટ્રિક મોડમાં કન્વર્ટ કરવા પર ભાર મૂકી રહી છે.
ભારત હાલમાં સ્થિર હોવા છતાં સુરક્ષિત નથી. ભારત તેની જરૂરિયાતનું લગભગ ૮૦% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જાે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત લાંબા સમય સુધી *ઇં૧૦૦ પ્રતિ બેરલ* થી ઉપર રહેશે, તો ભારતનો જીડીપી ગ્રોથ ઘટી શકે છે. નિષ્ણાતોના મતે, જાે સ્થાનિક બજારમાં ઈંધણના ભાવમાં ૧૦% નો પણ વધારો થશે, તો તે મોંઘવારીમાં સીધો ૫૦-૬૦ બેસિસ પોઈન્ટનો ઉછાળો લાવી શકે છે, જે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડશે.





