
(છગનલાલા મેવાડા ધ્વારા) સુરત.
તાપી જિલ્લાના સામાજિક આગેવાન અને નવી સિવિલ હોસ્પિટલના નિવૃત્ત એકાઉન્ટ ઓફિસર જ્યોતિષ એમ. ચૌધરીએ આદિવાસીઓની દિવસે-દિવસે કથળતી જતી આર્થિક સ્થિતિને લઈ ભારે વેદના વ્યક્ત કરેલ છે. તેઓએ આ અંગે અનુસૂચિત જનજાતિ નો લાભ લઇ ચૂંટાતા ધારાસભ્યો પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરેલો છે. ગુજરાતમાં સમાજના નામે ચુંટાતા ધારાસભ્યો સમાજને ભૂલી જાય છે. તેઓમાં સમાજ પ્રત્યે સમર્પણ ની ભાવના નો અભાવ જોવા મળે છે. સરકારનું અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેના કરોડો રૂપિયા ક્યાં પગ કરી જાય છે તે સમજી શકાતું નથી. વર્ષો પહેલા અનુસૂચિત જનજાતિની જે સ્થિતિ છે તેમાં ખાસ કોઈ ફેર પડેલ નથી. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી ગ્રેજ્યુએટ થાય તેઓને કોઈ રોજગાર મળતો નથી. હાલ આવા અનેક યુવાનો બેકાર છે. એસ.એસ.સી કે તેથી ઓછું ભણેલા યુવાન-યુવતીઓએ મજૂરી સિવાય કોઈ વિકલ્પ નથી. લાખોની સંખ્યામાં રાજ્ય સરકારમાં, બોર્ડ નિગમોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર કટકી મેળવવા માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી દીધેલ છે. જેના કારણે યુવાનોનું કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા તેઓનું આર્થિક શોષણ થઈ રહેલ છે. સમાજ જાગૃત થાય અને સમાજ વચ્ચે સમર્પણની ભાવના ધરાવતા આગેવાનોને પોતાના પ્રતિનિધિ બનાવશે નહીં ત્યાં સુધી તેઓનો વિકાસ કે સ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં. કારણ કે હાલના ધારાસભ્યો માત્ર તેઓના પોતાના વિકાસ માટે જ કામ કરી રહ્યા છે. જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે સમાજના યુવાન- વતીઓનું કોણ વિચારશે?





